Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

૩૪ કરોડની ફ્લેટની ડિલ રદ થઇ : કોહલી ભાડામાં જ રહેશે

હવે પેન્ટહાઉસ ખરીદવાની કોહલીની ઇચ્છાઃ ૩૪ કરોડના ફ્લેટની ડીલ રદ થતાં અટકળનો દોર શરૂ

મુંબઈ, તા. ૨૩: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પત્નિ અનુષ્કા શર્માને હાલ ભાડાના મકાનમાં રહેવું પડશે. વિરાટની ૩૪ કરોડ રૂપિયાની ફ્લેટની ડીલ રદ થઇ ગઇ છે. હવે આ બંને પેન્ટહાઉસ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૬માં વિરાટ કોહલીએ વર્લીના એક પ્રોજેક્ટ સ્કાય બંગલોમાં ૮૦૦૦ વર્ગફુટમાં ફ્લેટ બુક કરાવ્યો હતો જે હાલ નિર્માણ હેઠળ  હતો. આની કિંમત ૩૪ કરોડ રૂપિયાની આસપાસની હોવાનું જાણવા મળ્યું હતું. જાણકારી મુજબ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને આ ફ્લેટ ૨૦૧૯ સુધી મળે તેવી યોજના હતી. આના માટે ૨૪ મહિના સુધી મકાન ભાડે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ફ્લેટ માટે ૨૪ મહિના માટે કરાર થયો હતો. આના માટે વિરાટ કોહલી ૧.૫ કરોડ રૂપિયાની ડિપોઝિટ જમા કરી હતી. ૨૬૭૫ વર્ગફુટમાં આ આવાસ છે જે એનિબેસેન્ટ રોડ વર્લી સ્થિત છે. વિરાટ કોહલી તરફથી કરાર ઉપર વિકાસ પ્રેમ કોહલી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાહુલ એસ રહેજા તરફથી મોહન આહુજાએ હસ્તાક્ષર કર્યા છે. ભાડાના આ ફ્લેટ માટે ૧૦૧૩૦૦ રૂપિયાની સ્ટેમ્ટ ડ્યુટી ભરવામાં આવી છે.  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્નિ અનુષ્કા શર્મા હાલમાં મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. આના માટે વિરાટ કોહલીએ વર્લીની એક ઇમારતની ૪૦માં માળેમકાન ભાડા ઉપર લીધું છે. આ ફ્લેટનું ભાડુ મહિને ૧૫ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

(9:51 pm IST)