Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ચીન અમેરીકાની આશાઓને કયારેય પુરી નહિ થવા દેઃ ઉતર અને દક્ષિણ કોરીયા વચ્‍ચે યુધ્‍ધ થવાની નોબત આવી શકે છેઃ ચીન હવનમાં હાડકા હોમવાનું કામ કરી શકે છે

ન્‍યુજર્સીઃ ઉતર અને દક્ષિણ કોરીયા વચ્‍ચે ચીન હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહયું છે અને તેના કારણે યુધ્‍ધ થવાની પણ શકયતાઓ છે.

શિકાગો યૂનિવર્સિટીના પ્રોફેસર જોન મિયરશેમરે આશંકા વ્યક્ત કરી છે કે, ચીન અમેરિકાની આશાઓને ક્યારેય પુરી નહીં થવા દે. ચીનના કારણે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ છેડાઈ જવાની પણ નોબત આવી શકે છે. તેમનું કહેવું છે કે, ઉત્તર કોરિયા પાસે અમેરિકાને વિશ્વાસ અપાવવા માટેનું કોઈ વ્યાજબી કારણ નથી. ઉત્તર કોરિયાને બિન પરમાણું હથિયાર રાષ્ટ્ર બનાવવાને ધ્યાનમાં રાખીને વાત કરી હતી.

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વાતચીતને લઈને પ્રોફેસર જોન મિયરશેમરે કહ્યું હતું કે, વાતચીતના મૂળ બિંદુને લઈને ચીન વિધ્ન સર્જશે. તો ઉત્તર કોરિયા પોતાના પરમાણું હથિયાર અમેરિકાને સોંપશે કે તો ચીન આમ થવા દેશે. તેનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રિય રાજનીતિ અનુંસાર કોઈ પણ દેશ કોઈ બીજા દેશ પર વિશ્વાસ કરવાની સ્થિતિમાં નથી હોતો અને તો તે સાચા હેતુને સમજી શકે છે. તેમણે વાત સિયોલમાં એક લેક્ચર દરમિયાન કહી હતી. લેક્ચર કોરિયા ફાઉંડેશન ફોર એડવાંસ સ્ટડીઝે આયોજીત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા ઉત્તર કોરિયા પાસેથી બિન પરમાણું હથિયાર રાષ્ટ્રને લઈને સમજુતી કરવા માંગે છે. પરંતુ જો ઈતિહાસ પર નજર કરવામાં આવે તો જણાશે કે, પ્રકારની ડીલ તે પહેલા લીબિયા અને ત્યાર બાદ ઈરાન સાથે કરી ચુક્યું છે. પરંતુ તે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે. પ્રોફેસરે કહ્યું હતું કે, અમેરિકા પહેલા કહી ચુક્યું છે કે, તે ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્ત્ન કરાવવા માંગે છે. જેથી વર્તમાન સમયમાં ઉત્તર કોરિયાથી વધારે પરમાણું હથિયારોની જરૂર કોઈ અન્ય રાષ્ટ્રને નથી.

પ્રોફેસર મિયરશેમરે કહ્યું હતું કે, ઉત્તર કોરિયા તેના હથિયારો અમેરિકાને નહીં સોંપે. તેનું કારણ પૂર્વ એશિયામાં વધી રહેલી અસુરક્ષાની ભાવનાને પણ ગણાવી છે.

ઉત્તર કોરિયાએ ગત વર્ષ સપ્ટેમ્બર બાદ કોઈ પણ ન્યૂક્લિયર ટેસ્ટ નથી કર્યો. ઉત્તર કોરિયાના પ્રમુખ કહી ચુક્યાં છે કે, તે બંને કોરિયાઈ દેશોને ફરી એકજુથ કરવા ઈચ્છુક છે. પરંતુ પ્રોફેસર જોનનું માનવું છે કે, હાલ શક્ય નથી. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં બંને દેશો એક થાય તેવી કોઈ શક્યતા નથી. કામમાં ચીન સૌથી મોટું વિધ્ન છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા અલગ રહે તેમાં ચીનનું હિત છે. તે ઈચ્છે છે કે ઉત્તર કોરિયા એક સ્વતંત્ર રાષ્ટ્ર બની રહે. તેનું કારણ છે કે, તે અમેરિકા અને તેના મિત્ર દેશો માટે બફર સ્ટેટ માફક ઉપયોગ કરવા માંગે છે.

પ્રોફેસરનું માનવું છે કે, વાતને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધવાની શક્યતા છે. એટલું નહીં તણાવ ચીન અને અમેરિકાની સાથો સાથ બંને કોરિયાઈ દેશો વચ્ચે પણ જોવા મળી શકે છે. તણાવ યુદ્ધનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. બાબત પર ભાર આપતા પ્રોફેસર જોન મિયરશેમરે કહ્યું હતું કે, તેમને ક્ષેત્રમાં યુદ્ધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જે રીતે વિસ્તારમાં રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, તે હિસાબે કોરિયાઈ દેશોમાં યુદ્ધ છેડાવવાની પ્રબળ શક્યતા છે. ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે ઘટતુ અંતર પણ તરફ ઈશારો કરી રહ્યું છે. વિસ્તારમાં ચીન બંને દેશો વચ્ચે અંતર વધારવાનું કામ કરી રહ્યું છે. પૂર્વ એશિયામાં વધી રહેલી હથિયારોની હરીફાઈને લઈને પણ પ્રોફેસર જોન મિયરશેમરે ઉંડી ચિંતા વ્યક્ત કરી છે.

(5:39 pm IST)