Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વિતેલા જમાનાની મશહુર અભિનેત્રી ઝીનત અમાન ઉપર મુંબઇમાં વેપારીએ દુષ્‍કર્મ ગુજાર્યું

મુંબઇઃ વિતેલા જમાનાની સુપ્રસિદ્ધ અભિનેત્રી ‌ઝીનત અમાન ઉપર વેપારીએ દુષ્‍કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે.

ઝીનત અમાને મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં એક વેપારી પર રેપની ફરિયાદ નોંધાવી છે. મામલાને હવે ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે.

જુના જમાનાની મશહુર ફિલ્મ અભિનેત્રી ઝીનત અમાને એક મહિના પહેલા પણ વેપારી પર તેમનો પીછો કરવાની અને તેમને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. વેપારીએ તે સમયે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે વેપારી સામે સ્ટોકિંગ અને ધમકી આપવાનો આરોપ લગાવીને કેસ પણ નોંધ્યો હતો.

ઝીનત અમાનનો પીછો કરવા અને તેને ધમકાવવાના આરોપી વેપારીની મુંબઈ પોલીસે ફેબ્રુઆરીમાં ધરપકડ કરી હતી. પોલીસે વેપારી સામે સ્ટોકિંગ અને ધમકીના આરોપનો કેસ નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે ઝીનતઅમાને 30 જાન્યુઆરીના રોજ એક વેપારી પર પીછો કરવાનો અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો.

પોલીસે આપેલી જાણકારી પ્રમાણે મુબંઈનો બિઝનેસમેન સરફરાઝ ઉર્ફ અમન ખન્ના (38) ઝીનત અમાનનો કેટલાક દિવસોથી પીછો કરી રહ્યો હતો. આરોપી જીનતના વ્હોટ્સએપ પર અશ્લીલ મેસેજ પણ મોકલી રહ્યો હતો. તેની પર જીનતના ઘરમાં ઘૂસીને ખરાબ વ્યવહાર કરીને તેના સિક્યોરિટી ગાર્ડને મારવાનો પણ આરોપ લગાવ્યો છે.

(5:14 pm IST)