Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

દિલ્‍હી નજીકના બુલંદશહેરમાં મહિલાને વૃક્ષ સાથે બાંધીને ઢોર માર માર્યોઃ મહિલાના પતિ, સરપંચ અને તેના પુત્ર સહિત ૨પ અજાણ્‍યા શખ્‍સો સામે ફરીયાદ

નવી દિલ્હીઃ અહીંથી ૬૦ કિલોમીટર દુર આવેલા બુલંદશહેરમાં કાળજુ કંપાવી દે તેવી અરેરાટીજનક ઘટના સામે આવી ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બુલંદશહેરના લોદા ગામના પતિને આડા સંબંધો  હોવાની શંકા જતા પંચાયતે મહિલાને વૃક્ષ સાથે લટકાવીને બેલ્ટ અને સાયકલના ટાયરના ટ્યુબથી બેફામ માર માર્યો હતો. મહિલા ચીખો પાડતી રહી આસ-પાસ ઉભેલા લોકોને મદદ માટે અપીલ કરતી રહી પરંતુ તેની મદદે કોઇ આવ્યું નહોતુંબુલંદશહેરનાં લોદા ગામમાં જે સમયે ઘટના બની રહી હતી ત્યાં આશરે 50-60 લોકો ઉભા રહીને તમાશો જોઇ રહ્યા હતા. કોઇએ તો મહિલાનાં પતિને અટકાવવાનો પ્રયાસ કર્યો અને તો પોલીસને માહિતી આપવાની જરૂરત પણ સમજી.

આ ઘટના આશરે એક અઠવાડીયા પહેલાની છે, સોશ્યલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ પતિ, ગ્રામ પ્રધાન શેર સિંહ અને તેનાં પુત્રની વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના જાણે એમ બની કે લોદાનાં ગામની પંચાયતે મહિલાને મારવાનો આદેશ આપ્યો હતો. મહિલાનાં પતિને શંકા હતી કે તેની પત્ની પાડોશી યુવક સાથે આડા સંબંધો છે. ચર્ચા એવી પણ છે કે મહિલા કોઇને જાણ કર્યા વગર પાડોશનાં યુવક સાથે કોઇ સંબંધીનાં ઘરે જતી રહી હતી. વાતનાં કારણે તેનો પતિ અને પરિવારનાં લોકો નારાજ હતા

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે મહિલાને પશુની જેમ માર મારવામાં આવી રહ્યો છે. જો કે જે વસ્તુથી તેને મારવામાં આવી રહી છે તે બેલ્ટ નહી પરંતુ સાઇકલની ટ્યુબ હોવાનુ પણ કહેવાઇ રહ્યું છે. ઉપરાંત તે પ્રતિકાર કરે તે માટે તેને ઝાડ સાથે બાંધી દેવામાં આવી છે. આટલો ઢોર માર મરાયો હોવા છતા ગામનો એક પણ વ્યક્તિ તેને બચાવવા માટે આગળ આવ્યો નહોતો

મહિલાને એટલો માર મારવામાં આવ્યો કે તે બેહોશ થઇ ગઇ હતી અને ઝાડ સાથે લટકી પડી હતી. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરતા મહિલાનાં પતિ, ગ્રામ પ્રધાન અને તેનાં પુત્ર ઉપરાંત 25 અજાણ્યા લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ મુદ્દે તપાસ કરી રહી છે.

(5:27 pm IST)
  • આખરે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ 'નાખુશ' હોવા છતાં, કોંગ્રેસ દ્વારા પાસ કરાયેલ 1.3 ટ્રિલિયનના સરકારી ખર્ચનાં બીલ પર હસ્તક્ષર કરી પાસ કર્યું : ફરી એકવાર અમેરિકી 'શટડાઉન' નું સંકટ ટળ્યું : આ પહેલ વ્હાઈટ હાઉસના સુત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ બીલ પર તેમના હસ્તાક્ષર કરશે, પણ પછી તરતજ ફેરવી તોડ્યું હતું અને ફરી જણાવ્યું હતું કે ટ્રમ્પ આ બીલ પર 'વીટો' વાપરશે : આ પાસ કરાયેલા કાયદામાં સમાવિષ્ટ ઇમિગ્રેશન દરખાસ્તો વિશે ટ્રમ્પને ખુબજ નારાજગી છે : તેમણે આ બીલ પાસ કરતા કોંગ્રેસને ટકોર પણ કરી હતી કે તેઓ ભવિષ્યમાં ફરી પાછા આવા કોઈ પણ 'વાહિયાત' બીલ ને પાસ કરવાની સંમતી નહી આપે. access_time 2:28 am IST

  • ઉત્તરપ્રદેશનાં સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર જયા બચ્ચનનો ૩૬ મતે વિજય access_time 10:00 pm IST

  • દિલ્હીમાં કરોડપતિઓને રૂપલલનાઓના મોહપાશમાં હની ટ્રેપમાં ફસાવી કરોડો લૂંટી લીધા : ૨ ઝડપાયા access_time 5:42 pm IST