Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સંસદ : વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત

સંસદની બહાર કોંગ્રેસના દેખાવો : ૧પમાં દિવસે પણ કોઇ કામગીરી નહિ

નવી દિલ્હી, તા. ર૩ :  સંસદના બજેટ સત્રના બીજા ભાગનો આજે ૧પ મો દિવસ છે. લોકસભાના ભારે હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ટીડીપી સાંસદીય દેખાવોના કારણે રાજયસભાને સોમવાર સુધી સ્થગતિ કરી દેવામાં આવી.

ટીડીપી સાંસદોનું આંધ્રપ્રદેશની વિશેષ રાજયનો દરજ્જો આપવા અંગે ફરી સંસદની બહાર દેખાવો ચાલુ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ બપોરે ૧ર વાગ્યા સુધી સ્થગિત કરાઇ છેલ્લા ૧૪ દિવસથી વિવિધ મુદ્દા અંગે સંસદમાં વિપક્ષી દળો સતત હોબાળો કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારપર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેના કારણે સંસદની કાર્યવાહી સામાન્ય રીતે થઇ રહી નથી.

કોંગ્રેસ નેતાઓએ પણ સંસદની બહાર વિરોધ કરી રહેલા સરકાર વિરૂધ્ધ મોર્ર્ચો મળ્યો છે. સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં સતત ૧પ દિવસથી કોઇ કામકાજ થયું નથી.

(4:23 pm IST)