Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

આગામી ૧૦ વર્ષમાં ભારત દુનિયાનો ત્રીજા નંબરનો ટૂરિઝમ ઇકોનોમી દેશ હશે

નવી દિલ્હી તા. ૨૩ : ભારત ૨૦૧૮માં દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી મોટો ટૂરિઝમ ઈકોનોમીવાળો દેશ બની જવાનો છે. દેશની કુલ જીડીપી અને ટુરિઝમથી થનારી આવકના આંકડાના વિશ્લેષણના આધારે વર્લ્ડ ટ્રેડ એન્ડ ટુરિઝમ કાઉન્સિલે પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. ગુરુવારે વૈશ્વિક સ્તરના બહાર પડાયેલા રિપોર્ટમાં એ કહેવાયું છે કે આવનારા ૧૦ વર્ષમાં ભારત સેકટરથી રોજગારીની ૧ કરોડ નવી તકો ઉભી કરશે. ૨૦૧૮માં ટુરિઝમમાં રોજગારની તકોનો આંકડો ૪.૨ કરોડ છે, જયારે ૨૦૧૮માં તે વધીને ૫.૨ કરોડ થઈ જશે.

હાલ ભારતને દુનિયાની ૭માં સૌથી મોટી ટુરિઝમ ઈકોનોમી ગણાવીને રિપોર્ટમાં જણાવાયું છે કે ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધાર કરવા પર સંભાવનાઓ વધી શકે છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના પ્રેસિડન્ટ અને ચીફ એકિઝકયુટિવ ગ્લોરિયા ગુએવારાએ જણાવ્યું કે, 'ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમ સેકટર માટે સૌથી વધુ ફોકસ કરવાની જરુર હોય તો તે છે ઈન્ફ્રાસ્ટ્રકચર. વૈશ્વિક પરિપ્રેક્ષમાં ટુરિઝમ એક પ્રતિસ્પર્ધી વેપાર છે. ભારતના પૂર્વ અને પશ્ચિમી પાડોશી દેશોની વાત કરીએ તો તેમણે એરપોર્ટ, પોર્ટ અને હાઈસ્પીડ રેલ અને રોડ નેટવર્ક દ્વારા વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કર્યું છે.'

તેની સાથે જ વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલને કેન્દ્ર સરકારની રીજનલ કનેકિટવિટી સ્કીમનું સ્વાગત કર્યું છે. આ સ્કીમ હેઠળ દેશમાં ૩૫૦ એરપોર્ટ, રન વેને વિકસિત કરવાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈમાં નવા ક્રૂઝ પોર્ટ તૈયાર કરવા માટે સરકારના નિર્ણયને ગુએવારાએ દેશને ગ્લોબલ ક્રૂઝ ડેસ્ટિનેશન બનાવવાની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું છે. ગુએવારાએ કહ્યું, 'કેન્દ્ર સરકારે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ખરેખર ઘણાં મહત્વના પગલાં ભર્યા છે. ૧૬૩ દેશો માટે ઈ-વીઝાની સુવિધા શરુ કરવી તે પણ મહત્વનું પગલું છે. આ સિવાય ઈન્ક્રેડિબલ ઈન્ડિયા ૨.૦ કેમ્પેને પણ સારા માર્કેટિગ સાથે લોન્ચ કરવું પણ સારું પગલું છે.'

(3:49 pm IST)