Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

૧ એપ્રિલથી CNGના ભાવ વધશે? જનતા પર ફરી મોંઘવારીનો માર પડશે

નવી દિલ્હી તા. ૨૩ : સરકાર ઘરેલૂ પ્રાકૃતિક ગેસના ભાવ આગળના સપ્તાહે વધારીને એના બે વર્ષના ઉચ્ચ સ્તર પર કરી શકે છે. સરકારના આ પગલાથી સીએનજી મોંઘી થશે. તો બીજી બાજુ યૂરિયા ઉત્પાદનનો ખર્ચ પણ વધી જશે. આ બાબતે સૂત્રોએ જણાવ્યું કે ઘરેલૂ ક્ષેત્રોથી ઉત્પાદિત થનાર વધારેમાં વધારે પ્રાકૃતિક ગેસનો ભાવ એક એપ્રિલથી વધીને ૩.૦૬ ડોલર પ્રતિ એમબીટીયૂ કરવામાં આવશે જે હાલમાં ૨.૮૯ ડોલર છે.ઙ્ગએટલે સીએનજીના ભાવો વધી તેવી પૂરી શકયતા છે. અમેરિકા, રશિયા અને કેનેડા જેવા ગેસ અધિશેષ દેશોમાં સરેરાશ મૂલ્યના આધાર પ્રાકૃતિક ગેસના ભાવ દર છ મહિને નક્કી થાય છે. ભારત એનો અડધો ગેસ આયાત કતરે છે જેનો ખર્ચ એના ઘરેલૂ ભાવથી બમણાથીએ વધારે છે.

ઉલ્લેખનીય છે કે ઘરેલૂ ઉત્પાદિત પ્રાકૃતિક ગેસના ભાવ વધવાથી ઓએનજીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી ઉત્પાદક કંપનીઓની આવક વધશે તો બીજી બાજુ એનાથી સીએનજીના ભાવ વધી શકે છે.

(4:02 pm IST)