Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ટ્રમ્પે ચીનને આપ્યો મોટો ઝટકો, ૬૦ અરબ ડોલરનો દંડ ફટકાર્યો

વોશિંગ્ટન તા. ૨૩ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ વ્યાપાર ગોપનીયતા અને ટેકનિકની ચોરીનો આરોપ લગાવી ૬૦ અરબ ડોલરનો કર રૂપે દંડ ફટકાર્યો છે.

ટ્રમ્પ પ્રશાસનનું માનવુ છે કે, અમેરિકામાં ચીને અમેરિકાની અનેક કંપનીઓની આવકમાં અરબો રૂપિયાની લૂંટ ચલાવી છે. અને અનેક નોકરીઓને ખતમ કરી છે. ટ્રમ્પ પ્રસાશનના નિર્ણયથી વૈશ્વિક બજારમાં તેની અસર વર્તાશે.

વૈશ્વિક બજારમાં ફરીવાર અમેરિકાનું સ્થાન નક્કી કરવા માટે ટ્રમ્પ પ્રસાશનનું આક્રમક પગલુ માનવામાં આવી રહ્યું છે. વ્હાઈટ હાઉસના પ્રવકતા રાજ શાહના જણવ્યા પ્રમાણે અમેરિકાની બૌદ્ઘિક સંપદાની ચોરી મામલે ચીન વિરૂદ્ઘ આક્રમક પગલુ ભરવામાં આવ્યું છે.

ચીનની ઔધોગિક નીતિને રોકવા માટે ચીની રોકાણ પર પ્રતિબંધ લગાવવા માટે ટ્રમ્પે નાણા મંત્રાલયને નિર્દેશ આપશે. મહત્વનું છે કે ટ્રમ્પે ચૂંટણી દરમ્યાન ચીનને દુશમન દેશ તરીકે સંબોધ્યો હતો.

ટ્રમ્પે કહ્યુ હતુ કે ચીને અમેરિકાની આર્થિક નીતિનો સૌથી વધારે ફાયદો ઉઠાવ્યો છે. ત્યાર બાદ સત્તામાં આવેલી ટ્રમ્પ સરકારે ચીન વિરૂદ્ઘ આક્રમક પગલા ભરવાની શરૂઆત કરી છે.

(3:47 pm IST)