Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગૌમૂત્ર માત્ર દવા જ નહિઃ હેલ્થ ડ્રીન્ક છે

તાવ - શરદી - પેટના દુઃખાવા - કેન્સર - સ્કીન ડીસીઝ સહિત અનેક રોગોમાં ગૌમૂત્ર અકસીરઃ રોગપ્રતિકારક શકિત વધે છે : ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર ગૌ-મૂત્રને હેલ્થડ્રીંક તરીકે વેચશેઃ માંગ વધતી જાય છે

લખનૌ તા. ૨૩ : ભારતીયો ગાયોથી ખરેખર પ્રભાવિત છે. હિંદુ ધર્મમાં ગાયનેપવિત્ર ગણવામાં આવે છે. ગાય આપણને દૂધ આપે છે. ગૌરક્ષાનાનામે થતી હત્યામાં વધારાથી લઇને ગૌકલ્યાણ મંત્રાલયની રચનાઅને ગૌરક્ષા પોલીસચોકીથી લઇને હવે સત્તાવાર સરકારી નેજા હેઠળ ગૌમૂત્રને હેલ્થ ડ્રીંક તરીકે વેચવાની તૈયારી થઇ રહી છે.ઉ.પ્ર.માં પિલીભીતની સરકારી આયુર્વેદિક ફાર્મસીએ ગૌમૂત્રનેએકત્ર કરીને તેને બોટલમાં પેક કરીને તેનું વેચાણ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. હાલ આ ફાર્મસી આયુર્વેદિક દવાઓનું ઉત્પાદનકરીને પ.યુપીના ૧૬ જિલ્લામાં સપ્લાય કરે છે.

પિલીભીતનાસરકારી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ અનેઅધિક્ષક ડો.પ્રકાશચંદ્ર સકસેનાએ જણાવ્યું હતું કે માત્ર દવા તરીકેનહીં પરંતુ ગૌમૂત્રને હેલ્થ ડ્રીંક તરીકે વેચવાની અમે તૈેયારી કરીરહ્યા છીએ. આ માટે અમે એક પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે અનેઆ અંગે લખનૌના આયુર્વેદિક વિભાગ સાથે ચર્ચા પણ કરવામાંઆવશે.રોજ ૧૦થી ૨૦ એમએલ ગૌમૂત્ર પીવાથી ઘણીબીમારીઓમાંથી રાહત મળે છે.

ગૌમૂત્ર તાવ, શરદી અને પેટના દુખાવાની બીમારીમાંઅકસીર છે. ગૌમૂત્રનું રોજ સેવન કરવાથી રોગપ્રતિરોધક શક્તિવધે છે. અમારો હેતુ ગૌમૂત્રને લોકો સુધી સરફ્રતાથી પહોંચાડવાનોછે. ફાર્મસીના ઇન્ચાર્જ ડો.નરેશચંદ્ર ગંગવારે જણાવ્યું હતું કે રાજ્યસરકારે આદેશ જારી કરી દીધો છે અને અમે આ મહિનાથીગૌમૂત્રનો ઉપયોગ દવામાં પણ કરીશું.

ગૌમૂત્ર આયુર્વેદિકચિકિત્સાનો જ એક ભાગ છે અને અનેક સંશોધનો દ્વારા પુરવારથયું છે કે ગૌમૂત્ર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ગંગવારેજણાવ્યું હતું કે તાવ અને શરદી ઉપરાંત ગૌમૂત્રનો ઉપયોગ કેન્સરઅને ચામડીના રોગોના ઇલાજ માટે પણ કરવાનો પ્લાન તૈયારકરવામાં આવશે. આયુર્વેદિક દવાઓથી કોઇ નુકસાન થતંુ નથી.

(1:19 pm IST)