Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ફિલ્મ પ્રોડયુસરની પત્નિનું વિવાદી ટ્વિટઃ કેટલીક અભિનેત્રીઓ સેકસ વર્કરથી પણ ખરાબ

મુંબઈઃ 'સિંઘમ ૩' ફિલ્મના પ્રોડ્યુસર રાજા ગનાનવલની પત્ની નેહાએ એક વિવાદી ટ્વીટ કર્યું છે 'સિંઘમ-૩'માં કોસ્ટ્યૂમ ડિઝાઈનર તરીકે કામ કરી ચૂકેલી નેહાએ એક બોલ્ડ અને વિવાદિત ટ્વીટ કર્યું છે. જેમાં તેણે કેટલીક એકટ્રેસને ઘર તોડનારી ગણાવી છે.

નેહાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલર પર લખ્યું છે કેઙ્ગ એકટ્રેસ પ્રોડ્યુસરનો પીછો કરે છે. આ એકટ્રેસ સેકસ વર્કર કરતા પણ ખરાબ હોય છે. નેહાનો આરોપ છે કે આવી એકટ્રેસ ખાસ કરીને પરણિત પુરૂષોને નિશાનો બનાવે છે અને તેની સાથે બેડ સુધી લઈ જાય છે.

નેહાએ 'સમજૂતી'એટલે કે કોમ્પ્રોમાઈઝ જેવા મુદ્દા પર પોતાનો વિચાર રજૂ કર્યો છે. તેણે પુછ્યું છે કે શું તે એકટ્રેસ એડજસ્ટમેન્ટની વાતોથી બહાર ન આવી શકે. મહિલા અધિકાર અને નારીવાદની વાતો વચ્ચે નેહાએ મહિલાઓને જ મહિલાની દુશ્મન ગણાવી છે.

(12:54 pm IST)