Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

૧૬ વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકીર્દી સોનીયાજીના પગમાં પડી ગટર કરી નાખીઃ મહાભારતમાં અર્જુને શત્રુ તરફે રહેલા ગુરૂઓના પણ આશિર્વાદ મેળવ્યા'તાઃ વડીલોના આશીર્વાદ મેળવવામાં કશુ ખોટુ નહિ

નવજયોત સિધ્ધુ સોનીયાજીના પગમાં પડતા ટવીટર ઉપર ટ્રોલ થયા : નરેન્દ્ર મોદી સિવાય કોઇને ફોલો નહિ કરતા અને પોતાના લાખ્ખો ફોલોઅર ધરાવતા ગૌરવ પ્રધાને સોનીયાના : જયુરીચ બેંક એકાઉન્ટના મુદ્દે પણ પ્રશ્ન કર્યો જે અગસ્તા વેસ્ટલેન્ડના વળતા પ્રહારરૂપ ગણી શકાય

નવી દિલ્હીઃ તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં પંજાબના કેબીનેટ મંત્રી નવોજયોત સિધ્ધુએ સોનીયાજીના પગમાં પડી આશીર્વાદ મેળવવાના મુદ્દે થયેલા ટવીટમાં એક ટવીટર યુઝરે લખ્યું કે '૧૬ વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકીર્દી... પ૧ ટેસ્ટ, ૧૩૬ વનડે, ૧૯૮૭ના વર્લ્ડકપમાં ૪ મહત્વની અડધી સેન્ચુરી, ૧૦ વર્ષનું અમૃતસરમાં શાસન...બધુ જ એક ક્ષણમાં ગટર થઇ ગયું!'

ઉપરોકત ટવીટ સંદર્ભે નરેન્દ્ર મોદીજીના અનન્ય ફોલોઅર્સ અને લાખ્ખો લોકો જેમને ફોલો કરે છે તેવા ગૌરવ પ્રધાને વળતા ટવીટમાં નવજયોત સિધ્ધુની તરફેણ કરતા જણાવ્યું કે, 'મેં ઘણા લોકોના આ ફોટો ઉપર મજાક ઉડાવતા ટવીટ વાંચ્યા. વેલ, મને સિધ્ધુ પ્રત્યે કુણી લાગણી છે એવું નથી પરતુ રાજકારણને એક ક્ષણ માટે બાજુએ મુકીએ તો મને જણાવો કે વડીલોના પગમાં પડવું એ કોઇ ગુન્હો છે?' મહાભારતના રણમેદાનમાં અર્જુને શત્રુ તરફે રહેલા ગુરૂઓના પણ આશીર્વાદ મેળવ્યા હતા.

એક અન્ય ટવીટમાં ગૌરવ પ્રધાને જણાવ્યું છે કે, 'કવીનનું પણ જયુરીચમાં બેંક એકાઉન્ટ છે આ ટવીટ અગસ્તા વેટલેન્ડ ડીલ માટે વળતા પ્રહારરૂપ ગણી શકાય'. 'કવીન' તરીકે સોનીયાજીને સંબોધાયાનું મનાય છે તેમણે અરૂણ જેટલીને સંબોધી કરેલા ટવીટમાં જણાવ્યું છે કે, તમારી ટીમે નાણાકીય ગોટાળાઓમાં શું કર્યુ?

(12:53 pm IST)