Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

રૂપિયા ૬૦૦ કરોડની પોન્ઝી સ્કીમ કેસમાં અને કરોડોની લાંચ લીધાના બનાવમાં

ઈડીએ તેના જ ભૂતપૂર્વ અધિકારી સહિતના મોટામાથાના સ્થાનો ઉપર દરોડા પાડ્યા

નવી દિલ્હી - ચંદીગઢ : એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઈડી)એ રૂ.૬૦૦ કરોડના પોન્ઝી કૌભાંડ કેસમાં નાણાકીય ગેરરીતિના આરોપ સાથે સંકળાયેલા તેના ભૂતપૂર્વ ડેપ્યુટી ડીરેકટર તથા અન્યોના સંકુલો ખાતે વ્યાપક તપાસ હાથ ધરી હતી. ઈડીના અધિકારીઓએ જણાવ્યુ હતું કે તેમના ભૂતપૂર્વ અધિકારી ગુરૂનામસિંઘ, વકીલ પુનીત શર્મા અને અન્ય કેટલીક વ્યકિતના ચંડીગઢ તથા મોહાલીમાં આવેલા આવાસો ખાતે નાણાકીય ગેરરીતિ અટકાવ અધિનિયમ (પીએમએલએ)ની વિવિધ જોગવાઈ હેઠળ આજે સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. સિંઘ પોન્ઝી કેસના તપાસ અધિકારી હતા અને ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઈડી)માંથી નિવૃત થયા હતા. અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે ઈડીના ચંડીગઢ ઝોનના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેકટર સિંઘે શર્મા સાથે મળી આશરે રૂ.૪-૬ કરોડની લાંચ લીધી હોવાનો આરોપ છે. આ સંદર્ભમાં વધુ પુરાવા એકત્રિત કરવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા.(૩૭.૫)

(11:48 am IST)