Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જર્મનીને પાછળ રાખી ભારત ચોથા ક્રમનું ઓટો માર્કેટ બની ગયુ

નવી દિલ્હી : ઓટો વેચાણમાં ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યુ છે અને જર્મનીને પાછળ રાખીને વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટુ ઓટો માર્કેટ બન્યુ છે. તાજા આંકડા પ્રમાણે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર ભારતમાં ગયા વર્ષે પેસેન્જર અને કમર્શીયલ વ્હિકલ્સ સહિત ઓટોમોબાઈલનું વેચાણ ૯.૫%ના દરે વધ્યુ હતુ જે અગ્રણી વૈશ્વિક બજારોમાં સૌથી ઝડપી હતું. ભારતે ૪૦ લાખથી વધુ વાહનો વેચ્યા હતા જયારે જર્મનીમાં ૩૮ લાખ વાહનો વેચાયા હતા. સમાન ગાળામાં જર્મનીનો વૃદ્ધિદર માત્ર ૨.૮% હતો. પ્રથમ નંબરે ચાઈના, બીજા નંબરે અમેરીકા અને ત્રીજા નંબરે જાપાન છે. જર્મની હવે પાંચમા નંબરે ધકેલાયુ છે.(૩૭.૫)

 

(11:47 am IST)