Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઇન્ટર નેશનલ કાળો શુક્રવાર

વિશ્વના શેરબજારોમાં ભૂકંપઃ મુંબઇ શેરબજારમાં ૪૦૦ પોઇન્ટનો આંચકો...

અમેરિકા-ચાઇના વચ્ચે ટ્રેડવોર તથા ફેડ બેન્કે વ્યાજ દર વધારતા FII ભારતમાં વેચવાલઃ જાતેજાતમાં મંદીનો માહોલ... : ઇન્વેસ્ટરોના રાા લાખ કરોડનું ધોવાણઃ નીફટી ૧ર૧ તૂટી... ડાઉજોન્સ-૭૦૦, નીકકી-૮૪૭-હેંગસેંગ-૮૭૮-નાસ્ડેક-૧પ૦ પોઇન્ટ તૂટયા.. : BSE તથા નીફટીએ બીજી વખત ૩૩ હજાર અને ૧૦ હજારના લેવલ તોડયા : ભારતમાં એ ગ્રુપના તમામ શેરો ગબડયાઃ બી-૧ તથા બી-ટુ માં જાતેજાતમાં મંદીની સરકીટ ડાઉજોન્સ ફયુચર ર૦૦ પોઇન્ટઃ માઇનસ ચાલે છેઃ વોલ્યુમ નબળા

રાજકોટ તા. ર૩ :.. વિશ્વભરના શેરબજારોનું ગઇ રાત્રે તથા આજે સવારે ભારે ધોવાણ થતા ભારતીય શેરબજારમાં પણ આજે  મોટા ગાબડા પડી ગયા છે, મુંબઇ શેરબજારમાં ખૂલતાવેત એફઆઇઆઇ અને ડોમેસ્ટીક ફંડ વેચવાલ બનતા, અને ગામશાહી વેચવાલી વધતા શેરબજાર બપોરે રાા વાગ્યે ૪૦૦ પોઇન્ટ ડાઉન સાથે ૩ર૬૧ર તથા નીફટી ૧ર૧ ડાઉન સાથે ૯૯૯૦ જોવા મળ્યા હતાં, એ ગ્રુપ માં તમામ શેરોમાં વેચવાલીનું જોર હતું. તો બી-૧ અને બી-ટુ ની જાતેજાતમાં મંદીની સરકીટો લાગી હતી. ઇન્વેસ્ટરો અને કંપનીઓના રાા  લાખ કરોડથી વધુનું ધોવાણ થયાનું આગેવાન બ્રોકરોએ ઉમેર્યુ હતું. બ્લુચીપ તમામ શેરો ગબડયા હતા, રીલાયન્સ જૂથ, ટાટા જૂથ, ફાર્મા, સોફટવેર, એફએમસીજી, પીએસયુ અને બેન્ક શેરો ઉંધા માથે પછડાયા હતાં.

મુંબઇ શેર બજારે ૩૩ હજારનું તો નીફટીએ ૧૦ હજારનું લેવલ બીજી વખત તોડયું હતું.

આગેવાન બ્રોકરોએ 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે મુખ્યત્વે અમેરિકા-ચાઇના વચ્ચે ટ્રેડવોર-એકસપોર્ટ-ઇમ્પોર્ટમાં વધરાની આ બંને દેશ દ્વારા નખાતી ડયુટીઓ તથા ફંડ બેન્કે પોઇન્ટ-રપ પૈસા વ્યાજદર વધાર્યા તેમાં બજારમાં કડાકા બોલી ગયા છે.

અમેરિકાનો ડાઉજોન્સ-૭૦૦ પોઇન્ટ, નાસ્ડેક ૧પ૦ પોઇન્ટ, ચીનનો સાંઘાઇ-૭૦ પોઇન્ટ, જાપાનનું નીકેકેઇ ૮૪૭ પોઇન્ટ, હોંગકોંગનો હેગસેંગ-૮૭૮ પોઇન્ટ, જમીનનો ડેસ્ક-૯૦ પોઇન્ટ તૂટયા છે, તેની પાછળ ભારતીય શેરબજારમાં પણ મોટા ગાબડા પડયા છે, અને બજાર ૪૦૦ પોઇન્ટ ડાઉન ચાલી રહ્યું છે,

લટકામાં અમેરિકાનો ડાઉજોન્સનો ફયુચર-૧૮૦ પોઇન્ટ માઇનસ ચાલતો હોય  ગભરાટભરી વેચવાલી આખો દિવસ રહેવાના નિર્દેશ બ્રોકરો આપી રહ્યા છે.

રાજકોટના અમૂક બ્રોકરોએ પોતાના કલાયન્ટના ઓળીયા ફરજીયાત સરખા કરાવ્યા છે, અથવા તો માર્જીન પેટે વધુ નાણા ભરાવવા આદેશો કર્યા છે, અમુકે તો સોદા જ હાલ બંધ કરી દીધાના અહેવાલો છે.

(4:31 pm IST)