Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પેન્શનરો માટે સાપસીડી રૂપ નિયમોની ભરમાર નિવારી એક કાયદો ઘડોઃ સુપ્રિમનો સરકારને આદેશ

રેલ્વે કર્મચારીની ર૭ વર્ષથી પેન્શનના મુદ્દે ચાલતી લડત કેસનો નિકાલ કરતા સુપ્રિમની ડબલ બેંચે આદેશ આપ્યો

નવી દિલ્હી, તા., ર૩:  પેન્શનરો માટે કેન્દ્ર સરકાર દ્વારા માથાના દુઃખાવારૂપ નિયમોની આંટીઘૂટી નિવારી સરળ એક કાયદો ઘડવા સુપ્રિમ કોર્ટે સરકારને આદેશ કર્યો છે. ગુરૂવારે સુપ્રિમ કોર્ટે આ હુકમમાં જણાવ્યું છે કે, નિવૃતીના લાભો માટેની સાપસીડી રૂપ ગાઇડલાઇનને બદલે એક કાયદો ઘડો.

જસ્ટીસ મદન બી. લોકુર અને દિપક ગુપ્તાની ડીવીઝન બેંચે સરકારને સરકારનો કાન આમળતા જણાવ્યું છે કે, પેન્શન કેવી રીતે ફિકસ કરવું? તેના નિયમોમાં નિવૃત થયેલા કર્મચારીને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. નિવૃત રેલ્વે કર્મચારી કે જે ર૭ વર્ષથી પેન્શનના ફિકસેશન અને પેન્શનની રકમ માટે કાયદાકીય લડત લડી રહયા છે તેના કેસમાં એપેક્ષ કોર્ટે  ઉપરોકત ડાયરેકશન આપ્યું હતું. સુપ્રિમ કોર્ટે આમ તો રિડાયર્ડ કર્મચારીના વિરૂધ્ધમાં ચુકાદો આપ્યો છે પણ પરંતુ કેન્દ્ર સરકારને પેન્શન માટેની માથાના દુઃખાવારૂપ નિયમોની ભરમાર નિવારવા જણાવ્યું છે. નિવૃત કર્મચારીઓની જીંદગી સરળ બને તે માટે અમે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ  અને ટ્રેનીંગને પ્રયત્ન કરવાની સલાહ આપીએ છીએ. સંસદ ખીચડીરૂપ નિયમોને બદલે સરળ પેન્શનધારો બનાવે. (૪.૭)

(11:46 am IST)