Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

આજે

ડોનલ્ડ ટ્રમ્પ ચીન સામે પ્રતિબંધો જાહેર કરશે

ચીન દ્વારા ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી અને ટેકનોલોજી ટ્રાન્સફર પરનાં વચનોનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો હોવાના મજબુત પુરાવા અમેરિકા પાસે હોવાનું યુનાઇટેડ સ્ટેટસ ટ્રેડ રીપ્રેઝન્ટેટિવ્ઝ (યુએસટીઆર) ના અધિકારીઓએ જણાવ્યા બાદ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ આજે ચીન સામે પ્રતિબંધો જાહેર કરશે.

ચીનની અયોગ્ય કે ગેરવાજબી વેપારનીતિ વિશેના તપાસનો અહેવાલ યુએસટીઆરએ પ્રેસિડન્ટને સબમિટ કર્યો છે. આ અહેવાલની વિગતો આપવાની વાઇટ હાઉસના અધિકારીઓએ ના પાડી હતી. આ સાથે જ વિશ્વભરમાં ટ્રેડ-વોર ફાટી નિકળશે.

(11:22 am IST)