Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કોંગ્રેસે અદાણી મુંદ્રાને કરેલ રૂ. ર૦૦ કરોડનો દંડ ભાજપ સરકારે માફ કર્યો

મોદી સરકારના રાજમાં અદાણી ગ્રુપને ઘી-કેળાં

નવી દિલ્હી તા. ર૩ :.. વર્ષ ર૦૧૩ માં કોંગ્રેસના નેજા હેઠળની યુપીએ સરકારે અદાણી ગ્રુપના ગુજરાતના કચ્છમાં મુંદ્રા ખાતે વોટરફ્રંટ ડેવલપમેન્ટ પ્રોજેકટને પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ અને નિયમો તોડવાના આરોપસર રૂ. ર૦૦ કરોડનો અથવા પ્રોજેકટ ખર્ચના ૧ ટકા જે વધુ હોય તેમ દંડ ફટકાર્યો હતો.

સપ્ટેમ્બર ર૦૧પ માં ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળની એનડીએ સરકારનું શાસન આવ્યુ અને પર્યાવરણ મંત્રાલયે લીધો યુ-ટર્ન. તેણે કહ્યું કે સરકાર આવો દંડ ફટકારી શકે નહી. તેના બદલે તેણે ઓર્ડર કર્યો કે કેટલુ નુકસાન થયુ છે તેની પર એક અભ્યાસ હાથ ધરવામાં આવશે. એક વખત અભ્યાસ પૂર્ણ થઇ જાય કે કંપની નુકસાન ભરપાઇ કરવા માટે ચૂકવણી કરશે. ઉલ્લંઘનો ખરેખર થયા છે. અને મંત્રાલયે બાદમાં કહ્યું કે તેને બાદમાં હાથમાં લેશે. અંતે એવું નકકી થયો પ્રોજેકટે કોઇ ઉલ્લંઘનો કર્યા નથી કે જેથી પર્યાવરણને નુકસાન થયું નથી આવું અભ્યાસના તારણો બહાર આવ્યા તે પહેલા જ અધિકારીઓએ કહી દીધું.

(11:21 am IST)