Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ થશે કે કેમ?:કાલે દિલ્હી હાઇકોર્ટમાં ચુકાદો

ધારાસભ્યોએ પોતાના સભ્યપદ રદ કરવાના નિર્ણંયને હાઇકોર્ટમાં પડકાર્યો છે

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોનો સભ્યપદ રદ કરવા અંગે કાલે દિલ્હી હાઇકોર્ટ ચુકાદો સંભળાવશે લાભનાં પદ મામલે દિલ્હીની આમ આદમી પાર્ટીનાં 20 ધારાસભ્યોનાં સભ્યપદ રદ થવાનાં કેસમાં ધારાસભ્યોએ પોતાનાં સભ્યપદ રદ કરવાનાં નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ચૂંટણીપંચને પણ આ મામલે નિર્ણય ન આવે ત્યાં સુધી પેટા ચૂંટણી નહીં કરાવવા અંગે આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 19 જાન્યુઆરીએ ચૂંટણી પંચે સંસદીય સચિવોનાં પદને લાભનું પદ ગણાવતાં રાષ્ટ્રપતિને આપનાં 20 ધારાસભ્યોનાં સભ્યપદ રદ કરવાની ભલામણ કરી હતી. એ દિવસે જ આપનાં કેટલાંક ધારાસભ્યોએ ચૂંટણી પંચની આ ભલામણનાં વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

પરંતુ 21 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદે ધારાસભ્યોને ગેરલાયક ઠરાવ્યાં હતાં.

--- 

(1:14 am IST)