Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભારત વિશ્વના પ્રતિભાશાળી રાષ્‍ટ્ર તરીકે ઊભરી રહ્યું છેઃ યુ.એસ.માં ૮ માર્ચના રોજ મળેલી દ્વિતીય હયુસ્‍ટન ઇન્‍ડિયા કોન્‍ફરન્‍સમાં ભારતમાં રોકાણો વધારવાની તકો અંગે સર્વસંમતિ

હયુસ્‍ટનઃ તાજેતરમાં ૮ માર્ચ ૨૦૧૮ના રોડ યુ.એસ.ના હયુસ્‍ટન ટેકસાસમાં દ્રિતીય હયુસ્‍ટન ઇન્‍ડિયા કોન્‍ફરન્‍સ યોજાઇ હતી. જેમાં બુકીંગ્‍સ ઇન્‍ડિયાના ચેરમેન શ્રી વિક્રમ સિંઘ મહેતા, ભારત ખાતેના યુ.એસ.ના પૂર્વ રાજદૂત શ્રી ડેવિડ મલ્‍ફર્ડ, યુ.એસ. ઇન્‍ડિયા બિઝનેસ કાઉન્‍સીલના પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાલ, વર્લ્‍ડ બેંકના એકઝીકયુટીવ ડીરેકટર સુશ્રી અપર્ણા સુબ્રમણ્‍યમાં, Aegis લી.ના ceo શ્રી સંદિપ સેન સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

કોન્‍ફરન્‍સમાં ઇન્‍ડસ્‍ટ્રી, ટ્રેડ, ડિપ્‍લોમસી, ઇકોનોમિકસ, તેમજ જર્નાલીઝમ સહિતના ક્ષેત્રોમાં ભારતમાં રોકાણોની તકો અંગે ચર્ચાઓ થઇ હતી. જે અંતર્ગત તમામ મહાનુભાવોએ ભારતને ઊભરતી મહાસતા ગણાવી રોકાણો વધારવા મંતવ્‍ય વ્‍યક્‍ત કર્યા હતા. કોન્‍ફરન્‍સમાં શ્રી જીતેન અગરવાલ, સુશ્રી સુનંદા વશિષ્‍ઠ, કોન્‍સ્‍યુલેટ જનરલ ઓફ ઇન્‍ડિયા શ્રી અનુપમ રે, શ્રી જગદીશ આહલુવાલિયા, સહિતનાઓએ ભારત તથા અમેરિકા વચ્‍ચેના સંબંધો વધુ દૃઢ થવાની અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી. તેવું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

(9:49 pm IST)