News of Friday, 23rd March 2018

હિન્દુ ધાર્મિક કથાવાળી ફિલ્મ ‘‘મહાભારત’’મા આમિરખાન કેવી રીતે કામ કરી શકે? જાવેદ આખ્તરે ટ્વીટ કરનારને જડબાતોડ જવાબ દીધો

નવી દિલ્હીઃ આમિરખાનની ‘‘મહાભારત’’ ફિલ્મ વિશે ટ્વીટ કરનારને  જાવેદ અખ્તરે જોરદાર જવાબ આપ્યો છે

આમિર ખાન 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' પછી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ 'મહાભારત' સિરીઝ પર કામ કરવાનો છે. 1000 કરોડ રૂ. કરતા વધારે બજેટમાં બનનારી આ ફિલ્મ વિશે આમિરના ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. જોકે આ સમાચાર વચ્ચે એક વ્યક્તિએ 'મુસ્લિમ' આમિર ખાન કઈ રીતે હિંદુ ધાર્મિક કથાવાળી ફિલ્મમાં કામ કરી શકે એવો સવાલ કરતા બોલિવૂડના પ્રસિદ્ધ લેખક જાવેદ અખ્તરે જડબાતોડ જવાબ આપ્યો હતો. જાવેદને આ વ્યક્તિની ટ્વીટ પર એટલો ગુસ્સો આવી ગયો કે તેણે એ વ્યક્તિને 'દુષ્ટ‍' સુદ્ધાં કહી દીધું.

ફ્રેંકોઇસ ગૌટીયર નામની વ્યક્તિએ ટ્વીટ કરીને લખ્યું છે કે આમિર ખાન જેવી મુસ્લિમ વ્યક્તિએ શું કામ હિંદુના સૌથી પ્રાચીન અને પવિત્ર મહાકાવ્યમાં રોલ ભજવવો જોઈએ? શું નરેન્દ્ર મોદીની ભાજ સરકાર હવે કોંગ્રેસના રસ્તે જ ચાલી રહી છે? શું મુસ્લિમ કોઈ હિંદુને મોહમ્મદ સાહેબના જીવન પરથી બનનારી ફિલ્મમાં કામ કરવા દેશે?

આ ટ્વીટ પછી જાવેદ અખ્તરે પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને આ વ્યક્તિને દુષ્ટ કહી દીધું હતું અનર લખ્યું હતું કે "સાલા દુષ્ટ, શું તે પીટર બ્રોક્સ પ્રોડક્શન દ્વારા નિર્મિત મહાન મહાકાવ્ય મહાભારત ફ્રાન્સમાં નથી જોયું? મને એ જાણવામાં ખુબજ રસ છે કે અમારા દેશમાં આ પ્રકારની વિકાર અને ઝેરી વિચારો ધરાવતી વાતો ફેલાવવા માટે તને કઈ વિદેશી એજન્સી પૈસાની ચૂકવણી કરી રહી છે?"

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાની ટ્વીટ અનુસાર ફિલ્મ સિરીઝ હોલિવૂડની લોકપ્રિય સિરીઝ 'ધ લોડ્સ ઓફ ધ રિંગ' અને 'ગેમ ઓફ થ્રોન્સ' જેવી પ્રોડક્શન વેલ્યૂ સાથે બનાવવામાં આવશે. 

(8:18 pm IST)
  • આખરે સાંસદના ભથ્થાંમાં વધારાને મળી મંજૂરી : 1 લી એપ્રિલથી અમલમાં આવશે : એક સમયે વરુણ ગાંધીએ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનને પત્ર લકહીને માંગ કરી હતી કે એક એવી ઝુંબેશ ચલાવવી જોઈએ, જેનાથી સમૃદ્ધ સાંસદો તેમના પગાર છોડી દે. access_time 11:10 pm IST

  • રામલીલા મેદાન પરથી અણ્ણા હઝારેએ કર્યો હુંકાર - "આ વખતે ખાલી મોઢાંની વાતોથી નહી તોડું ભૂખ હડતાળ, સરકારે નક્કર નિર્ણયો લેવા પડશે." : કૃષિ અંગે સ્વામિનાથન કમિશનના અહેવાલને લાગુ કરવા ઉપરાંત રાજ્યોમાં લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની માંગણી સાથે ભૂખ હડતાળ પર બેઠા છે અણ્ણા હઝારે access_time 2:12 pm IST

  • ઈન્ડિયન પ્રીમિયર લીગના આગામી સત્રમાં અમ્પાયરના નિર્ણયની સમીક્ષા પ્રણાલી(ડીઆરએસ) નો ઉપયોગ કરી શકાશે. આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, ઘણા વખતથી તેની પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ટી20 માં દરેક ટીમને અમ્પાયરના એક નિર્ણયની સમીક્ષા માટે તક આપવામાં આવશે. access_time 1:43 am IST