Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

સાંજે ખનૌરી બોર્ડર પર ખેડૂતોએ કાળી પટ્ટી બાંધીને ફ્લેગ માર્ચ કાઢી : મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા

નવી દિલ્હી ; ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ શુક્રવારે સાંજે ખનૌરી બોર્ડર પર પહોંચ્યા અને બ્લેક બેન્ડ પહેરીને બ્લેક ડે મનાવતા ફ્લેગ માર્ચ કાઢી. આ કૂચમાં ખનૌરી બોર્ડર પર હાજર ખેડૂતોએ પણ ભાગ લીધો હતો. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલ પણ ખનૌરી બોર્ડર પહોંચ્યા હતા. કેટલાક યુવાનોએ દલ્લેવાલ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે 21મીએ અમે એકલા પડી ગયા હતા અને અહીં કોઈ નેતા નથી. કેપ્ટન વિના યુદ્ધ જીતી શકાતું નથી.

(9:36 pm IST)