Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

હું કોરોનાગ્રસ્‍ત થતા પીએમ મોદીએ આયુષની સલાહ આપેલઃ તેનાથી હું સાજો થયો

સીજેઆઇ ચંદ્રચુડે જણાવી કોવીડ સમયની વાત

નવી દિલ્‍હી, તા., ર૩: ચીફ જસ્‍ટીસ ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટમાં આયુષ હોલીસ્‍ટીસ  વેલનેસ સેન્‍ટરનું ઉદઘાટન કરતા જણાવેલ કે કોવીડની પહેલી લહેર આવતા મને પીએમ મોદીનો ફોન આવેલ. તેમણે જણાવેલ કે તમે સારી સ્‍થિતિમાં નથી. અમારે વૈદજી રાજેશ કોટેચા છે. જેઓ અમારા આયુષ સચીવ પણ છે. તેઓ તમારી સાથે વાત કરશે અને દવા તથા જરૂરી ચીજો મોકલાવી આપશે. મે તે દવા લીધી અને આરામ મળેલ. બીજી અને ત્રીજી વાર પણ કોરોનાગ્રસ્‍ત થયા છતા એલોપેથી દવા ન લેવાનું જોખમ લઇ હું આયુષ ચિકિત્‍સાથી જ સાજો થયો હતો.

(4:28 pm IST)