Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

પવન ઉર્જાથી પાણીમાં ચાલતા પહેલા ટેન્‍કર કેમીકલ ચેલેંજરની સફર થઇ શરૂ

નેધરલેન્‍ડસના રોટરડેમ બંદરથી ઇસ્‍તબુલ જશે

રોટરડેમઃ પવનઉર્જાથી ચાલનાર દુનિયાનું પહેલું તેલવાહક ટેન્‍કર પોતાની પહેલી સફર પર રવાના ગઇ ગયું છે. ‘‘કેમીકલ ચેલેંજર'' નામનું આ ટેન્‍કર નેધરલેન્‍ડના રોટરડેમ બંદરથી ઇસ્‍તંબુલ માટે રવાના થયું હતું. સફર દરમ્‍યાન ઘણાં પરિક્ષણો થશે. પરિક્ષણમાં આશા મુજબના પરિણામો મળશે તો જહાજ ઉદ્યોગમાં કાર્બન ફુટપ્રિન્‍ટ ઘટાડવાની દિશામાં આવા ટેન્‍કરો મહત્‍વપૂર્ણ ઉપલબ્‍ધિ બનશે.

‘‘કેમીકલ ચેલેન્‍જર'' ની કંપનીને આશા છે કે શિપીંગ ઇન્‍ડસ્‍ટ્રીમાં કાર્બન ઉત્‍સર્જનની સમસ્‍યા હલ કરવામાં આ સફર માઇલસ્‍ટોન સાબિત થશે. આ કેમીકલ લઇ જનાર ખાસ જહાજ છે. એક વખતમાં તે ૧૬ હજાર ટન લઇ જઇ શકે છે. તેને જાપાનમાં બનાવાયું છે. તેના પર ૧૬ મીટર ઉંચા ૪ પંખા લાગેલા છે. કંપનીને આશા છે કે આ પવનચકકીઓથી જે ઉર્જા મળશે તેનાથી ઇંધણની ખપતમાં ૧૦ થી ૨૦ ટકાની બચત થશે.

જહાજના આ પંખાઓ નકકર એલ્‍યુમીનીયમમાંથી બનાવાયા છે. તેમા બારી અને છેદ છે. જેથી ઝડપી હવાઓના પ્રવાહને ખમી શકાયઁ, પંખા ૬૧ કીલોમીટર પ્રતિ કલાકની ગતિની હવા ખમી શકે છે. આ જહાજની કંપનીના સીઇઓ નીલ્‍સ ગ્રોત્‍સનું  કહેવું છે કે જહાજની પહેલી સફરમાં અમને કોઇ નાંણાકીય ફાયદો નહીં થાય. આ જહાજથી અમે કાર્બન ઉત્‍સર્જનમાં વાર્ષિક ૮૫૦ ટનના ઘટાડાની આશા રાખી રહ્યા છીએ.

(4:26 pm IST)