Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

ઇંગ્‍લેન્‍ડની અડધી ટીમ પેવેલીયન ભેગીઃ નવોદીત આકાશ દિપે ત્રણ વિકેટ ઝડપી

ટી ટાઇમ સુધીમાં ઇંગ્‍લેન્‍ડ ૧૯૮/પઃ જોરૂટ ૬૭ રને દાવમાં

રાંચી : ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે આજથી ચોથા ટેસ્‍ટ મેચનો પ્રારંભ થયો છે. ઇંગ્‍લેન્‍ડે ટોસ જીતી દાવ લીધો છે અને ટી ટાઇમ સુધીમાં ૬૧ ઓવરમાં પ વિકેટે ૧૯૮ રન બનાવ્‍યા છે.

ઝેક ક્રોલી ૪ર, બેન ડકેટ ૧૧, ઓલી પોપ-૦, જોની બેરસ્‍ટ્રો ૩૮, બેન સ્‍ટોકસ ૩ રને આઉટ થયા છે. ટેસ્‍ટ ક્રિકેટમાં પદાર્પણ કરનાર ફાસ્‍ટ બોલર આકાશ દીપે ૩ વિકેટ ઝડપી છે તેને કોચ રાહુલ દ્રવિડે ટેસ્‍ટ કેપ પહેરાવી હતી. જાડેજા અને અશ્વિને ૧-૧ વિકેટ ઝડપી છે. જો રૂટ ૬૭ અને બેન ફોકસ ર૮ રને દાવમાં છે.

રાજકોટ ટેસ્‍ટમાં શાનદાર જીત મેળવ્‍યા બાદ ચોથા ટેસ્‍ટમાં બુમરાહને આરામ આપવામાં આવ્‍યો છે તેના સ્‍થાને આકાશ દીપને સ્‍થાન મળ્‍યું છે.

(4:23 pm IST)