Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કોરોનાનાં કેસમાં વધારો થતા મોદી સરકાર સક્રીય : PMOએ બોલાવી ઇમર્જન્સી બેઠક

કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાનાં કેસ વધતા ચિંતા

નવી દિલ્હી : દેશમાં એક સમયે કોરોના નિયંત્રિત થતો જોવા મળી રહ્યો છે, પરંતું કેટલાક રાજ્યોમાં કોરોનાનાં કેસ ફરીથી વધવા લાગ્યા છે, તેને જોતા PMO એ કોરોના અંગે એક ઇમર્જન્સી બેઠક બોલાવી છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ 1 લાખ 50 હજારથી પણ નીચે આવી ગયા છે, પરંતું કેટલાક રાજ્યો જેવા કે કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે, આ રાજ્યોમાં પણ કેરળ અને મહારાષ્ટ્રની પરિસ્થિતી ચિંતાજનક બની છે, ત્યા અનુક્રમે 38 ટકા અને 37 ટકા એક્ટિવ કેસ છે.

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી દેશમાં 21 કરોડથી પણ વધુ કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે, સમગ્ર દેશમાં કોરોનાનાં ઓવરઓલ એક્ટિવ કેસ નિયંત્રણમાં છે, માત્ર કેટલાક પ્રદેશોમાં કોરોનાનાં કેસ અચાનક વધ્યા છે, હાલ દરરોજ મરનારાની સંખ્યા 100થી ઓછી છે, આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું કે અત્યાર સુધી 1,17,54,788 લોકોને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી ચુકી છે.

આરોગ્ય મંત્રાલય મુંજબ બ્રિટનથી કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યા બાદ અમે લેબનું કંન્સોર્ટિયમ બનાવ્યું છે, જેનાથી કોઇ પણ નવી વેરાયટીનું ટ્રેકિંગ થઇ રહ્યું છે, હજુ લોકોમાં વિવિધ વેરિયન્ટ અંગે લોકોમાં મુઝવણ જોવા મળી રહી છે, દેશમાં હાલ 187 બ્રિટિશ વેરિયન્ટ, 6 સાઉથ આફ્રિકન અને 1 બ્રાઝિલ વેરિયન્ટનો દર્દી છે.

(8:23 pm IST)