Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વાયરસના નવા સ્વરૂપના સેમ્પલનું જીનોમ સિકવેન્સિંગ હાથ ધરાયું

દેશમાં ફરી વખત કોરોનાના કેસ વધવા લાગ્યા : નવા સ્ટ્રેનથી કોરોના વકર્યાની આશંકા : ક્લસ્ટર-બેઝ્ડ જીનોમ સીક્વન્સિંગ ટેસ્ટિંગ અને સર્વેલન્સથી કોરોના વાયરસના મ્યૂટેશનની જાણ થઇ શકે છે

નવી દિલ્હી, તા. ૨૩ : ભારતના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા લાગ્યા છે. એવી શક્યતા છે કે તેની પાછળ વાયરસનું નવું સ્વરૃપ જવાબદાર હોઈ શકે છે. આશંકામાં કેટલું સત્ય છે, તે જાણવા સેમ્પલનું જીનોમ સીક્વેન્સિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયને ટાંકીને મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે, ગત એક મહિનામાં મહારાષ્ટ્ર અને કેરળથી લગભગ ૯૦૦ સેમ્પલ મોકલાયા છે. દિલ્હીમાં પણ ઉપરાજ્યપાલ અનિલ બેજલે અધિકારીઓને ક્લસ્ટર-બેઝ્ડ જીનોમ સીક્વેન્સિંગ શરૃ કરવાનો નિર્દેશ આપ્યો છે. ક્લસ્ટર-બેઝ્ડ જીનોમ સીક્વન્સિંગ ટેસ્ટિંગ અને સર્વેલન્સથી વાયરસના મ્યૂટેશનની જાણ થાય છે.

અહેવાલ મુજબ, પંજાબ અને બેંગલુરુથી પણ જીનોમ સીક્વન્સિંગ માટે સેમ્પલ માંગવામાં આવ્યા છે. ત્રણથી ચાર દિવસમાં સ્પષ્ટ થઈ જશે કે રાજ્યોમાં કોવિડના કેસો વધવા પાછળ કોરોના વાયરસનો કોઈ નવો વેરિયન્ટ છે કે નહીં. અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ ,૦૦૦ સેમ્પલ્સનું જીનોમ સીક્વન્સિંગ કરવામાં આવી ચૂક્યું છે.

કેરળ અને મુંબઈમાં માઈક્રો લેવલ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારી જાણવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે, શું નવા વિસ્તારોમાં કોવિડ ક્લસ્ટર્સ બની રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં જીનોમ સીક્વેન્સિંગ માટે ૧૦ સર્વેલન્સ સાઈટ્સ બનાવાઈ છે. યુરોપની જેમ ભારતમાં વધારે સંક્રામક યુકે વેરિયન્ટ એટલો વધારે ફેલાયો હોવાના પુરાવા મળ્યા નથી. યુકે વેરિયન્ટના અત્યાર સુધી ૧૮૭ કેસ સામે આવ્યા છે. બ્રાઝીલ અને સાઉથ આફ્રિકાથી પણ નવા વેરિયન્ટ મળ્યા છે. સાઉથ આફ્રિકન સ્ટ્રેનના અત્યાર સુધીમાં ચાર કેસ અને બ્રાઝીલ વેરિયન્ટનો એક કેસ સામે આવ્યો છે.

કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, આંધ્ર પ્રદેશ અને ચંદીગઢને નવો એક્શન પ્લાન સોંપ્યો છે. અહીં કોવિડ કેસોમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રએ કહ્યું કે, ટેસ્ટિંગ બાદ જીનોમ સીક્વેન્સિંગ દ્વારા મ્યૂટન્ટ સ્ટ્રેન્સનું સતત મોનિટરિંગ કરવામાં આવે. સાથે કેસોના ક્લસ્ટર પર નજર રાખવા પણ કરવા કહેવાયું છે. આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને ટાંકીને જણાવાયું હતું કે, દેશભરમાં છેલ્લા એક વર્ષમાં સાર્સ-કોવ-૨ના ૨૪,૦૦૦થી વધુ મ્યૂટેશની જાણ થઈ છે. અધિકારીઓએ કહ્યું કે, કોરોના વાયયરસના લગભગ ,૦૦૦ વેરિયન્ટમાં મ્યૂટેશન અંગે જાણકારી મળી છે, જે દેશમાં સર્કુલેશનમાં છે. કોવિડ-૧૯ની નેશનલ ટાસ્ક ફોર્સના એક પ્રમુખ સભ્યએ કહ્યું કે, 'અમને વાયરસના ,૦૦૦ વેરિયન્ટમાં ૨૪,૩૦૦ મ્યૂટેશન જોવા મળ્યા છે.' દિલ્હી સ્થિત એનસીડીબી લેબના ડિરેક્ટર સુજીત કુમાર સિંહે પણ આઈએનએસને જણાવ્યું કે, વાયરસમાં ૨૪,૦૦૦થી વધુ મ્યૂટેશન ભારતમાં નોધવામાં આવ્યા છે.

(7:36 pm IST)
  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • ભારત- ઇંગ્લેન્ડ વ્હાઇટ બોલ સિરીઝમાં દિનેશ કાર્તિક બનશે કોમેન્ટેટર : તમિલનાડુના બેટ્સમેન દિનેશ કાર્તિક ભારત – ઈંગ્લેન્ડ વચ્ચે વ્હાઇટ બોલ સિરીઝમાં કોમેન્ટ્રી કરશે : 5 ટી -20 અને ત્રણ ત્રિદિવસીય મેચમાં કોમેન્ટ્રી કરશે જે 12મી માર્ચથી શરૂ થશે access_time 11:08 pm IST

  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST