Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગુજરાત રાજ્યના મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ અમિતભાઇ શાહે જનતાનો દિલથી માન્યો આભાર : નેતાઓ અને તમામ કાર્યકરોનો આભાર માન્યો

ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન: -ગૃહમંત્રીએ કર્યું ટ્વીટ

ગૃહ મંત્રી અમિતભાઈ શાહએ ટ્વીટ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત પર જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. શાહે ટ્વીટ કરી કહ્યુ, 'મહાનગરોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક પર વિશ્વાસ મુકવા બદલ ગુજરાતની જનતાનો દિલથી આભાર.'

મહાનગરોની સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ભવ્ય વિજય માટે શ્રી @CRPaatil, મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp, શ્રી @Nitinbhai_Patel,અને તમામ ઉર્જાવાન કાર્યકરો ને ખૂબ ખૂબ અભિનંદન.

વડાપ્રધાનશ્રી @narendramodi જીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણની સાથે સાથે રાજ્યના વિશ્વસ્તરીય વિકાસ માટે સતત કામ કરી રહી છે. આ પ્રચંડ વિજય ભાજપની નીતિ અને નિયતમાં લોકોના અવિશ્વસનીય વિશ્વાસનું પ્રતીક છે.

(7:28 pm IST)
  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST

  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST

  • ૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST