Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રૂપાણી સરકારનો 'વિકાસ' અને ભાજપ સંગઠનના 'પાના' ચાલ્યા

વિજયભાઇ અને પાટીલની જોડીએ સફળતાનો ઇતિહાસ સર્જયો : ર૦રર પહેલા પ્રચંડ ઉત્સાહવર્ધક પરિણામ : વિકાસની રાજનીતિને મતદારોની સ્વીકૃતિ : પેઇઝ સમિતિની યોજના મતદારોને આકર્ષવામાં સફળ : હવે પંચાયતોમાં જીતની આશા ખૂબ વધી

રાજકોટ, તા. ર૩ :  આજેે જાહેર થયેલ ૬ કોર્પોરેશનમાં પરિણામભાઇ ભાજપ તરફી તોતીંગ જનાદેશ દેખાયો છે. રાજયમાં વિજયભાઇ રૂપાણીની સરકારની વિકાસની રાજનીતિને મતદારોએ મંજુરીની મહોર મારી છે. સી.આર. પાટીલની પેઇજ પ્રમુખ યોજનાથી વધુ મતદાન ન થઇ શકયુ પણ મતદારોને વધુ આકર્ષવા માટે આ યોજના સફળ રહી છે. રૂપાણી અને પાટીલની જોડીએ છ એ છ મહાનગરોમાં ભાજપને જીત અપાવી ઇતિહાસ સર્જી દીધો છે. ર૦રર પૂર્વ ઉત્સાહપૂર્વક સફળતા મળી છે.

રૂપાણી સરકારે ખેડૂતો અને આમ જનતા માટે શ્રેણીબધ્ધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકેલ. ભૂમાફિયાઓને સીધા દોર કરવા કડક કાયદા બનાવ્યા મુખ્યમંત્રીએ વ્યાપક પ્રવાસ કરી જનતા સાથે સીધો સંવાદ કર્યો તેના પરિણામમાં અસર દેખાઇ આવી છે.

ગયા જુલાઇમાં સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાર્ટીમાં નવી ચેતના આવી છે. પેઇઝ સમિતિની યોજનાથી ગામેગામ અને શહેરોમાં કાર્યકરોને વ્યાપક જનસંપર્ક કરાવેલ. ટિકીટ ફાળવણીમાં ૩ ટર્મ અને ૬૦ વર્ષથી ઉપરનાની બાદબાકીનો હિમત ભર્યો નિર્ણય કરેલ. નવા માપદંડનું સારૂ પરિણામ મળ્યું છે. આજના પરિણામથી સરકારમાં વિજયભાઇ અને સંગઠનમાં પાટીલ વધુ મજબૂત થયા છે.

(3:22 pm IST)