-
મુખ્યમંત્રીના પરિવારજનો આયકરની ઝપટેઃ અબજોનું કાળુ નાણું ઝડપાયુ access_time 1:01 pm IST
-
અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્નિનું કરૂણ મોત access_time 1:28 pm IST
-
યુવક એક સાથે ૪ છોકરીઓને ડેટ કરી રહ્યો હતોઃ દગાખોરીની ગર્લફ્રેન્ડને ખબર પડી જતા અનોખો બદલો લીધો access_time 10:19 am IST
-
કોણ લખે છે PM મોદીનું પ્રવચન? કેટલી રકમનો ખર્ચ? PMOએ RTI હેઠળ દીધો જવાબ access_time 11:48 am IST
કરોનિલના પ્રમાણપત્ર ઉપર મેડિકલ એસો.એ વાંધો ઊઠાવ્યો
પતંજલિની કોરોનિલ ટેબલેટ લોન્ચ થતાં વિવાદ : સ્વાસ્થ મંત્રી દેશ સમક્ષ એક નોન સાયન્સ્ટિક પ્રોડક્ટને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે એવો IMAનો સવાલ

નવી દિલ્હી, તા. ૨૨ : યોગ ગુરુ બાબા રામદેવની પંતજલિ આર્યુવેદ દ્વારા કોરોના સંક્રમણ સામે કોરોનિલ ટેબલેટ લોન્ચ કરવાથી વિવાદ ઉભો થયો છે. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-આઈએમએએ પંતજલિની કોરોનિલ ટેબલેટના લોન્ચિંગ અને પ્રમાણપત્રને લઇને વાંધો ઉઠાવ્યો છે. પંતજલિ આર્યુવેદ દ્વારા કોરોનિલ ટેબલેટને લઇને જાહેરાત કરવામાં આવી હતી કે કોરોનિલને આયુષ મંત્રાલય તરફથી વિશ્વ સ્વાસ્થ સંગઠનની સર્ટિફિકેટ યોજના હેઠળ પ્રમાણપત્ર મળેલ છે. પંતજલિ આર્યુવેદ એ આ જાહેરાત કેન્દ્રિય સ્વાસ્થ મંત્રી ડો. હર્ષવર્ધન અને પરિવહન મંત્રી નિતિન ગડકરીની હાજરીમાં કરી હતી. જે પછી આઈએમએએ તેનો વિરોધ ઉઠાવતા સવાલ કર્યો હતા કે, સ્વાસ્થ મંત્રી દેશ સમક્ષ એક નોન સાયન્સ્ટિક પ્રોડક્ટને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે.
આઈએમએના આરોપ હતા કે સ્વાસ્થ મંત્રી એક તબીબ હોવા છતાં તેમની હાજરીમાં લોન્ચ કરવામાં આવેલી દવા માટે ડબલ્યુએચઓ દ્વારા પ્રમાણિત હોવાનો ખોટો દાવો ચોંકાવનારો હતો. સંસ્થાએ આ મુદ્દે સ્વાસ્થ મંત્રી તરફ આગળી ઉઠાવી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મુજબ પંતજલિની કોરોનિલ ટેબલેટ ખરેખર કોરોના સંક્રમણ સામે અસરકારક છે તો કેન્દ્ર સરકાર દેશવ્યાપી રસીકરણ પર ૩૫ હજાર કરોડ રુપિયાનો ખર્ચ કેમ કરી રહી છે. બાબા રામદેવ દ્વારા કોરોનિલ ટેબલેટ લોન્ચ કર્યા પછી ડબલ્યુએચઓએ એક ટ્વીટમાં સ્પષ્ટતા કરી હતી કે સંગઠને કોવિડ-૧૯ની સારવાર કે સંક્રમણને તોડવા માટે કોઇપણ પારંપરિક દવાની સમીક્ષા કે તેને પ્રમાણપત્ર આપ્યું નથી. પંતજલિએ તેની કોરોનિલ ટેબલેટ લઇને એવો દાવો પણ કર્યો હતો કે સીઓપીપી હેઠળ ટેબલેટને ૧૫૮ દેશોમાં સપ્લાય કરી શકાય એમ છે.
-
સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્યે આ લખાય છે ત્યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST
-
દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST
-
૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST
-
કોરોના પ્રસરવા લાગ્યો : રસીકરણની ઝડપ બમણી કરાશે access_time 11:45 am IST
-
સાઉદી અરેબિયામાં મહિલાઓ હવે સેના સામેલ થઈ શકશે access_time 12:00 am IST
-
મંદી, મોંઘવારી, મહામારીને મારી ગોળી : મતદારોએ છલકાવી ભાજપની ઝોળી access_time 4:00 pm IST
-
કુચીયાદડના પાટીયેથી ૭.૭૨ લાખનો દારૂ ભરેલો રાજસ્થાન પાસીંગનો ટ્રક ઝડપાયો access_time 11:53 am IST
-
વોર્ડ નં. ૧૪માં ભાજપને ૧૧ાા હજારની જંગી લીડ : ઉદય કાનગડની જહેમત સફળ access_time 4:14 pm IST
-
ગોંડલમાં પુત્રએ માતા-પિતાને માર મારી સામી ફરિયાદ કરી access_time 9:25 pm IST
-
જૂનાગઢના વોર્ડ નં. ૬માં કોંગ્રેસનો અને વોર્ડ નં. ૧૫માં ભાજપનો વિજય access_time 12:37 pm IST
-
ભાણવડમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુઃ રર આગેવાનો ર૦૦ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા access_time 12:01 pm IST
-
રાજપીપળાના લોકોની તિજોરીમાં પડી રહેલા કપડાં જરૂરીયાતમંદો માટે આપવા બર્ક ફાઉન્ડેશનની અપીલ access_time 11:52 pm IST
-
યુકેમાં એક શખ્સે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા સાથે યુરિનની બોટલ આવતા ચકચાર access_time 5:33 pm IST
-
કોરોના સંક્ર્મણ પછી રહે છે ડાયાબિટીઝ થવાનો ભય:લોકોમાં ફફડાટ જોવા મળ્યો access_time 5:34 pm IST
-
સુંદર દેખાવવાની લાલચમાં ચીની આ યુવતીએ કરાવી 100 વાર પ્લાસ્ટિક સર્જરી access_time 5:34 pm IST
-
દિલ્હી કેપિટલ્સ ટીમમાં જોડાવા માટે ઉત્સાહિત: સ્ટીવ સ્મિથ access_time 5:38 pm IST
-
વિજય હજારે ટ્રોફીમાં ૩ ટીમના ક્રિકેટર્સ કોરોનાની ઝપેટમાં access_time 9:24 pm IST
-
ગુરમિતની હોરર ફિલ્મનું શુટીંગ પુરૂ access_time 10:04 am IST
-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
અંત સુધી જકડી રાખશે મનોજની થ્રિલર ફિલ્મ access_time 10:05 am IST