Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

રમ્પને ભેટ અપાશે 90 વર્ષીય દરજીએ સીવેલી ખાદીની સફેદ શર્ટ

કોઇમ્બતુર જિલ્લાના પોલાચ્ચીના 90 વર્ષીય દરજીએ ટ્રમ્પ માટેનો શર્ટ પીએમઓમાં મોકલાવ્યો

કોઈમ્બતુર: ભારતની મુલાકાતે આવતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તામિલનાડુના  કોઈમ્બતુર જિલ્લાના પોલાચીના 90 વર્ષીય દરજી વી.એસ. વિશ્વનાથન દ્વારા સિલાઈ કરેલો સફેદ ખાદી શર્ટ ભેટમાં અપાશે

  વિશ્વનાથનના પરિવારના સભ્યોએ કહ્યું કે તેઓએ ટ્રમ્પને ઘણી વખત ટીવી અને તસવીરોમાં જોયા છે, જેના પછી તેમને યુએસ રાષ્ટ્રપતિ સમક્ષ શર્ટ રજૂ કરવાનો વિચાર આવ્યો હતો  તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુએસ રાષ્ટ્રપતિ તેને સ્વીકારશે.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે શર્ટ દિલ્હીમાં વડા પ્રધાનની કચેરીમાં મોકલવામાં આવ્યો છે. વિશ્વનાથનના પરિવારે જણાવ્યું હતું કે તેમણે પહેલાથી જ તામિલનાડુના પૂર્વ મુખ્ય પ્રધાનો કે.કે. કામરાજ અને સી.એન. અન્નદુરાય અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટારમણ સહિત વિવિધ નેતાઓને શર્ટ આપ્યા છે .

(11:02 pm IST)