Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

કેન્દ્ર સરકાર અને RSSએ રામ જન્મભૂમિની મર્યાદાને ખંડિત કરી છે: શંકરાચાર્યનો પ્રહાર

15મી માર્ચે રામ જન્મભૂમિની મર્યાદાની રક્ષા માટે સંતોનું મહાસંમેલન

નવી દિલ્હી : જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિરને મામલે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહાર કર્યા છે શંકરાચાર્યને આરોપ લગાવતા કહ્યું કે, આ બંનેએ મળીને રામ જન્મભૂમિની મર્યાદાને ખંડીત કર્યું છે.

રામ મંદિર નિર્માણને લઈ બનાવવામાં આવેલા ટ્રસ્ટ બાબતે વાત કરતા સ્વામી સ્વરુપાનંદે કહ્યું કે, રામ મંદિર ટ્રસ્ટમાં એવા લોકોને જગ્યા મળી ગઈ છે, જેણે હિન્દુઓની છબીને નુકશાન પહોંચાડ્યું છે. શંકરાચાર્યએ કહ્યું કે, રામ આપણી આસ્થા છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થવું જોઈએ, નહીં કોઈ સ્મારકનું નિર્માણ થાય.

સ્વામી સ્વરૂપાનંદે કહ્યું કે, રામ જન્મભૂમિની મર્યાદાની રક્ષા માટે થઈને 15 માર્ચના રોજ પરમહંસ ગંગા આશ્રમમાં સંતોનું મહાસંમેલન કરવામાં આવશે

(10:55 pm IST)