Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

RJ સાયેમાએ ટ્વીટ કરીને પૂછ્યું- જો તે અમેરિકા જિંદાબાદ બોલીશ તો પણ દેશદ્રોહ કહેવાશે?યુઝર્સે ધર્મને નામે ટ્રોલ કરી

એક વ્યક્તિએ લખ્યું, શું અમેરિકામાં ભારતની વિરુદ્ધ ટેરરિસ્ટ કેમ્પ ચાલી રહ્યું છે. કે તમે USAને પાકિસ્તાન સાથે સરખાવી રહ્યા છો?

નવી દિલ્હી : AIMIMના અધ્યક્ષ ઔવેસીની એક જનસભામાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવનારી યુવતી અમૂલ્ય પર દેશદ્રોહનો કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. યુવતી સામે દેશદ્રોહનો મામલો દાખલ કર્યા બાદ જાણીતી રેડિયો જોકી સાયેમાની એક ટ્વીટે સવાલ ઊભા કર્યા છે. તેણે ટ્વીટ કરી લખ્યું, જો તે અમેરિકા જિંદાબાદ બોલીશ તો દેશદ્રોહનો મામલો દાખલ થઈ જશે? જે લોકો નફરત ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે તેમની સામે મામલો દાખલ કરવો જોઈએ.

સાયેમાની આ ટ્વીટ બાદથી લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકો ધર્મના નામે તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, સાયેમા એક મુસ્લિમ છે. તે બધાના દિલો-દિમાગમાં પાકિસ્તાન વસેલું છે. કોઈ આતંકવાદી કે પાકિસ્તાન સમર્થક પર કાર્યવાહી થવા પર તેમને મરચું લાગી જવું સ્વાભાવિક છે.

તો અન્ય એક વ્યક્તિએ લખ્યું, શું અમેરિકામાં ભારતની વિરુદ્ધ ટેરરિસ્ટ કેમ્પ ચાલી રહ્યું છે. કે તમે USAને પાકિસ્તાન સાથે સરખાવી રહ્યા છો. એમ તો પોતાને રેડિયો જોકી માને છે પણ કોમનસેન્સ જરા પણ નથી. એ જ કારણ છે કે જે પાકિસ્તાનના કારણે આપણા દેશના જવાનો પર આતંકવાદી હુમલો થઈ રહ્યો છે, તેને જિંદાબાદ કહેવું પણ યોગ્ય લાગી રહ્યું છે.

, ઔવેસીના એક કાર્યક્રમમાં નારાબાજી કરનારી યુવતી સામે IPCની ધારા 124A હેઠળ મામલો દાખલ કરી દેવામાં આવ્યો છે. પોલીસ તેની સાથે પૂછપરછ કરી રહી છે અને ત્યાર બાદ કોર્ટ સમક્ષ તેને રજૂ કરવામાં આવશે. અમૂલ્ય નામની આ યુવતીએ ઔવેસીની જનસભામાં સ્ટેજ પરથી પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. જે પછી તેની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.

(9:53 pm IST)