Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી રવાના: સવારે 11-40 કલાકે અમદાવાદ પહોંચશે:જાણો મીનિટ-ટૂ-મીનિટનો કાર્યક્રમ

12:15 કલાકે-સાબરમતી આશ્રમમાં જશે.:બપોરે 1:05 મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ: 3:30 કલાકે ટ્રમ્પ આગરા માટે રવાના: 5:15, ટ્રમ્પ પત્ની સાથે તાજમહેલની મુલાકાત લેશે.

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અધિકારીઓ પણ આ માટે દિલ્હીના આંટા ખાઈ રહ્યા છે. દિલ્હી પોલીસે દિલ્હીની જે હોટલમાં રોકાવાના છે, ત્યાં સઘન તપાસ ચાલી રહી છે. બીજુ બાજુ વિદેશ મંત્રાલયે અમેરિકી રાષ્ટ્રપતિના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે.

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2020

સવારે, 11:40 કલાકે-અમદાવાદના સરદાર પટેલ વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી જશે.

  • બપોરે, 12:15 કલાકે-સાબરમતી આશ્રમમાં જશે.
  • બપોરે 01:05 મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમાં હાજર રહેશે.
  • બપોરે 03:30 કલાકે ટ્રમ્પ આગરા માટે રવાના થશે
  • સાંજે 04:45 કલાકે આગરા પહોંચશે.
  • સાંજે 05:15, ટ્રમ્પ પત્ની સાથે તાજમહેલની મુલાકાત લેશે.
  • સાંજે 06:45 દિલ્હી માટે રવાના થશે.
  • સાંજે 07:30 રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે દિલ્હી પહોંચશે.

મંગળવાર, 25 ફેબ્રુઆરી, 2020

  • સવારે 10:00 કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવનમાં થશે સત્તાવાર સ્વાગત
  • સવારે 10:30 કલાકે રાજધાટ પર મહાત્મા ગાંધીની સમાધી પર માલ્યાર્પણ કરશે
  • સવારે 11:00 હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
  • બપોરે 12:40 રાષ્ટ્રપતિ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસમાં કરારને આપ-લે કરશે, પ્રેસ વક્તવ્ય આપશે.
  • સાંજે 19:30- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે મુલાકાત
  • રાત્રે 19:30 રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરિવાર સાથે અમેરિકા જવા રવાના થશે
(8:39 pm IST)