Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

શાહીનબાગ જેવું પ્રદર્શન ચાંદબાગમાં યોજાઈ ગયું

મહિલાઓ જાહેર રસ્તા પર ઉતરી

નવી દિલ્હી, તા.૨૩ : શાહીનબાગમાં વિરોધ પ્રદર્શન સંપૂર્ણપણે બંધ થયું નથી ત્યારે નોર્થઇસ્ટ દિલ્હીમાં પણ શાહીનબાગ જેવું પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. જાફરાબાદ બાદ ચાંદબાગમાં માર્ગોને જામ કરીને દેખાવો કરવામાં આવ્યા છે. બંને જગ્યા પર મહિલાઓ જાહેર રસ્તાઓ ઉપર આવી ગઈ છે. આના કારણે સિલમપુરથી યમુનાવિહાર તરફ જતાં ટ્રાફિક અને વજીરાબાદ રોડથી ગાઝિયાબાદની તરફ જતાં ટ્રાફિકને માઠી અસર થઇ રહી છે. જાફરાબાદ બાદ ચાંદબાગમાં શાહીનબાગ જેવું પ્રદર્શન થયું છે. જાફરાબાદ અને ચાંદબાગમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. એકબાજુ શાહીનબાગમાં વિરોધ પ્રદર્શનને રોકવામાં હજુ સુધી સફળતા મળી નથી. ચાંદબાગ વિસ્તાર યમુનાવિહારની નજીક આવે છે. પોલીસ દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મળેલી માહિતી મુજબ વિરોધ પ્રદર્શનના પરિણામ સ્વરુપે સ્થિતિ વણસી રહી છે. અન્યાયનો સામનો કરી રહી હોવાની દલીલો કરવામાં આવી રહી છે. તંગદિલી વધે તેવા એંધાણ છે.

(8:05 pm IST)