Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

કોરોના વાયરસથી ચીનમાં મૃતાંક વધીને ૨૪૪૩ થયો

એક જ દિવસમાં ૬૫૨ નવા કેસો સપાટી ઉપર : વિશ્વભરમાં કોરોના વાયરસથી મોતનો આંકડો વધી હવે ૨૪૬૬ થયો : રિકવર દર્દીઓની સંખ્યા ૨૩,૩૬૮ રહી

બેજિંગ,તા. ૨૩ : કોરોના વાયરસથી ચીનમાં વધુ ૯૮ લોકોના મોત થયા છે. આની સાથે જ ચીનમાં મોતનો આંકડો વધીને ૨૪૪૩ ઉપર પહોંચ્યો છે જ્યારે ચીનમાં એક જ દિવસમાં વધુ ૬૫૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ એકલા ચીનમાં કુલ કેસોની સંખ્યા ૭૬૯૪૦ સુધી પહોંચી છે જ્યારે વિશ્વમાં ૩૨ દેશોમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૭૮૮૮૮ રહી છે અને મોતનો આંકડો ૨૪૬૬ સુધી પહોંચ્યો છે. રિકવર થયેલા લોકોની સંખ્યા ૨૩૩૬૮ રહી છે. માઇલ્ડ કન્ડીશનમાં રહેલા દર્દીઓની સંખ્યા ૪૧૫૦૧ રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં હુબેઇ પ્રાંતમાં સૌથી વધારે અસરગ્રસ્ત લોકો છે. સાથે સાથે મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધારે નોંધાયો છે.

        બચાવ અને રાહત કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ એટલી હદ સુધી લાગેલા છે કે તેમને જોઇને સલામ કરી શકાય છે.દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના  વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.

         ચીની સત્તાવાળાઓ દ્વારા હુબેઇ અને તેના પાટનગર વુહાનમાં ૫૬ મિલિયન લોકોને નિરીક્ષણ હેઠળ મુકવામાં આવ્યા છે.હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. ચીનના આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા છે. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે.જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે.  તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. 

        દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે.  ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે. જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. જે સાબિત કરે છે કે મોતનો આંકડો હજુ ખુબ વધી શકે છે.અમરિકા સહિતના મોટા ભાગના દેશો આ કોરોનાના સકંજામાં આવી ગયા છે. વિશ્વના ૩૨થી વધારે દેશો ગ્રસ્ત છે.   ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસગ્રસ્ત દેશોની વાત કરવામાં આવે તો ૩૩ દેશો અસરગ્રસ્ત થયેલા છે. ચીન બાદ દક્ષિણ કોરિયામાં સૌથી ઝડપથી કોરોનાએ આતંક મચાવ્યો છે. અહીં કેસોની સંખ્યા ૬૦૨ ઉપર પહોંચી છે જ્યારે મોતનો આંકડો ૫ ઉપર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ કોરિયામાં ત્રણના મોત થયા છે. ડાયમંડ પ્રિન્સ પર જાપાનમાં કુલ કેસોની સંખ્યા ૬૩૪ થયેલી છે.

ચીનમાં આતંક જારી....

૨૪ કલાકમાં ૯૮ના મોત થયા

બેજિંગ,તા. ૨૩ : કોરોના વાયરસથી ચીનમાં વધુ ૯૮ લોકોના મોત થયા છે. આની સાથે જ ચીનમાં મોતનો આંકડો વધીને ૨૪૪૩ ઉપર પહોંચ્યો છે જ્યારે ચીનમાં એક જ દિવસમાં વધુ ૬૫૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ એકલા ચીનમાં કુલ કેસોની સંખ્યા ૭૬૯૪૦ સુધી પહોંચી છે જ્યારે વિશ્વમાં ૩૨ દેશોમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૭૮૮૮૮ રહી છે અને મોતનો આંકડો ૨૪૬૬ સુધી પહોંચ્યો છે.ચીનના  આરોગ્ય તંત્રને કોરોના વાયરસને કાબુમાં લેવામાં કોઇ સફળતા હાથ લાગી રહી નથી. ચીનમાં ગંભીરરીતે રહેલા દર્દીઓની સંખ્યા પણ હજારોમાં છે જેથી મોતનો આંકડો પણ ખુબ વધી શકે છે.  ચીનમાં કોરોના વાયરસના આંકડા નીચે મુજબ છે.

ચીનમાં કુલ મોતનો આંકડો......................... ૨૪૪૩

ચીનમાં કુલ કેસોની સંખ્યા........................ ૭૬૯૪૦

ચીનમાં નવા કેસો.......................................... ૬૫૨

ચીનમાં ૨૪ કલાકમાં મોત............................... ૯૮

ચીનમાં ગંભીર અસરગ્રસ્ત................. ૧૧૪૭૭ વધુ

ચીનમાં રિકવર લોકો..................... ૨૦૭૪૦થી વધુ

 

વિશ્વમાં કોરોના વાયરસ

ડાયમંડ પ્રિન્સ પર કેસોની સંખ્યા ૬૩૪

બેજિંગ તા. ૨૨ : ૩૩ દેશો કોરોના વાયરસથી ગ્રસ્ત થયેલા છે. કેસોની સંખ્યા ૭૮૮૮૮ સુધી પહોંચી ચુકી છે. ચીન બાદ દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ દક્ષિણ કોરિયામાં ૧૬૬ નવા કેસો અને પાંચ મોત થતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઇટાલીમાં પણ કેસોની સંખ્યા સેંકડો સુધી પહોંચી ચુકી છે. બેના મોત નોંધાઈ ચુક્યા છે. ઇરાનમાં આઠના મોત થઇ ચુક્યા છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ ૫૦૦૦૦થી ઉપર નોંધાયેલી છે. તે જોતા સ્થિતિ હજુ ગંભીર બની શકે છે. વિવિધ દેશોમાં કોરોના વાયરસથી ઉભી થયેલી સ્થિતિ નીચે મુજબ રહી છે.

વિશ્વના કુલ દેશો પ્રભાવિત............................... ૩૩

વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા............. ૭૮૮૮૮

વિશ્વના કુલ દેશોમાં મોત............................. ૨૪૬૬

વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા...... ૨૩૩૬૮

ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા....... ૧૧૫૩૯

કેસો બંધ કરી દેવાયા............................... ૨૩૩૩૬

માઇલ્ડ કન્ડીશન દર્દી............................... ૪૧૫૦૧

૩૩ દેશોમાં કોરોનાનો આતંક

દક્ષિણ કોરિયા, જાપાન, ઇટાલી જોરદાર સકંજામાં

બેજિંગ,તા. ૨૩ : કોરોના વાયરસથી ચીનમાં વધુ ૯૮ લોકોના મોત થયા છે. આની સાથે જ ચીનમાં મોતનો આંકડો વધીને ૨૪૪૩ ઉપર પહોંચ્યો છે જ્યારે ચીનમાં એક જ દિવસમાં વધુ ૬૫૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ એકલા ચીનમાં કુલ કેસોની સંખ્યા ૭૬૯૪૦ સુધી પહોંચી છે. ૩૩ દેશો કોરોના વાયરસથી ગ્રસ્ત થયેલા છે. કેસોની સંખ્યા ૭૮૮૮૮ સુધી પહોંચી ચુકી છે. ચીન બાદ દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ દક્ષિણ કોરિયામાં ૧૬૬ નવા કેસો અને પાંચ મોત થતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

દેશ

કુલ કેસ

નવા કેસ

મોત

ચીન

૭૬૯૪૦

૬૫૨

૨૪૪૩

ડાયમંડ પ્રિન્સેસ

૬૩૪

-

દક્ષિણ કોરિયા

૬૦૨

૧૬૬

જાપાન

૧૪૬

૧૨

ઇટાલી

૧૧૭

૩૮

૦૨

સિંગાપુર

૮૯

-

-

હોંગકોંગ

૭૦

-

૦૨

ઇરાન

૪૩

૧૪

૦૮

થાઈલેન્ડ

૩૫

-

-

અમેરિકા

૩૫

-

-

તાઈવાન

૨૮

-

મલેશિયા

૨૨

-

-

ઓસ્ટ્રેલિયા

૨૨

૦૨

-

જર્મની

૧૬

-

-

વિયેતનામ

૧૬

-

-

ફ્રાન્સ

૧૨

-

૦૧

યુએઈ

૧૧

૦૨

-

મકાઉ

૧૦

૦૨

-

કેનેડા

૦૯

૦૧

-

યુકે

૦૯

-

-

ફિલિપાઈન્સ

૦૩

-

૦૧

ભારત

૦૩

-

રશિયા

૦૨

-

-

અન્ય દેશો

૦૭

૦૧

-

(8:03 pm IST)