Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ભારત આવેલા યુએસ પ્રમુખ

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા કાલથી વિધિવત શરૂ થશે

અમદાવાદ, તા. ૨૩ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે ભારતની બે દિવસની ઐતિહાસિક યાત્રાએ પહોંચી રહ્યા છે. ટ્રમ્પનો આ પ્રથમ અને એક્સલ્યુઝીવ ભારત પ્રવાસ છે. આ યાત્રાના ભાગરુપે ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડીસીથી રવાના થયા બાદ સીધીરીતે અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં તેમના જુદા જુદા કાર્યક્રમો રહેલા છે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા ભારતની મુલાકાત અમેરિકાના અનેક પ્રમુખો લઇ ચુક્યા છે. સૌથી પહેલા આઇઝનહાવર નવીદિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ છેલ્લે બરાક ઓબામા નવેમ્બર ૨૦૧૦માં ભારત પહોંચ્યા હતા જે દરમિયાન તેઓએ મુંબઈ અને નવીદિલ્હીની મુલાકાત લીધી હતી. હવે ટ્રમ્પ અમદાવાદ, આગરા અને દિલ્હીની મુલાકાત લેવા જઈ રહ્યા છે. હજુ સુધી ભારત આવેલા અમેરિકી પ્રમુખ નીચે મુજબ છે.

અમેરિકી પ્રમુખ

કેટલા દિવસ

ક્યા ગયા

આઈઝનહાવર

૯-૧૪ ડિસેમ્બર ૧૯૫૯

નવીદિલ્હી, આગરા

રિચર્ડ નિકસન

૩૧ જુલાઈ- ૧ઓગસ્ટ ૧૯૬૯

નવીદિલ્હી

જીમી કાર્ટર

૧-૩ જાન્યુઆરી ૧૯૭૮

નવીદિલ્હી, દૌલતપુર, નસીરાબાદ

બિલ ક્લિન્ટન

૧૯-૨૫ માર્ચ ૨૦૦૦

દિલ્હી, આગરા, જયપુર, હૈદરાબાદ

જ્યોર્જ ડબલ્યુ બુશ

૧-૩ માર્ચ ૨૦૦૬

નવીદિલ્હી, હૈદરાબાદ

બરાક ઓબામા

૬-૧૦ નવેમ્બર ૨૦૧૦

મુંબઈ-નવીદિલ્હી

ડોનાલ્ડ ટ્રમ્પ

૨૪-૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦

અમદાવાદ, આગરા, દિલ્હી

(8:00 pm IST)