Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ડોનાલ્ડ અને મેલાનીયા દિલ્હીના આઈટીસી મૌર્યા હોટેલમાં રોકાશે: તડામાર તૈયારીઓ

સાઢા ચાર હજાર સ્કેવેયર ફૂટનો શણગારીને તૈયાર : બુખારા રેસ્ટોરન્ટમાં ખાસ ટ્રમ્પ પ્લેટર પીરસાશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ થઇ રહી છે અમદાવાદથી લઈને ઉત્તર પ્રદેશના આગરા સુધી ટ્રમ્પના પ્રવાસને ખાસ બનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી છે.  દિલ્હીની આઈટીસી મૌર્યા હોટલ અમેરિકી રાષ્ટ્રપતિની આ ભારત પ્રવાસને યાદગાર બનાવવા તૈયારી કરી રહી છે સાઢા ચાર હજાર સ્કેવેયર ફૂટનો શણગારીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે જાણીતી બુખારા રેસ્ટોરન્ટમાં ખાસ ટ્રમ્પ પ્લેટર પીરસવામાં આવશે.
ITC મૌર્ય વિદેશથી આવતી જાણીતી હસ્તીઓની પહેલી પસંદ રહી છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મહેમાનગતિની જવાબદારી પણ ચાણક્યપુરીની આ લગ્ઝરી હોટલને મળેલી છે. ITC મૌર્યા અતિતિ સત્કારની તૈયારીમાં લાગી ગયું છે. હોટલમાં પ્રવેશ કરતા જ લોબી એરિયામાં ખુબસુરત રંગોળીની સાથે ભારતીય પરંપરાગત વેશમાં તૈયાર થયેલી મહિલાઓ અમેરિકી રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. લોબીની સજાવટના મુખ્ય ભાગમાં હાથી પણ હશે. તમને જણાવી દઈએ કે હાથી રિપબ્લિક પાર્ટીનું પરંપરાગત Mascot પણ છે.

આ લોબી એરિયામાંથી જ ડોનાલ્ડ ટ્રમ્પ સીધા 14મા માળે બનેલા પર પહોંચશે. જ્યાં આલિશાન સ્યુટમાં  રહેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્યુટનો પ્રાઈવેટ એન્ટરેંસ છે. પ્રાઈવેટ હાઈસ્પીડ એલિવેટર પણ છે.

(6:06 pm IST)