Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ભારત પ્રવાસ પહેલા ટ્રમ્પ બાહુબલીના અવતારમાં જોવાયા : અમેરિકન રાષ્ટ્રપતિએ શેર કર્યો વિડિઓ

વિડિઓ સાથે ટ્રમ્પએ લખ્યું લખ્યું કે ભારતમાં મારા સૌથી સારા મિત્રોને મળવા માટે હું ઉત્સુક છું

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસ પહેલા જાત જાતની ટ્વીટથી રોમાંચ પેદા કરી રહ્યાં છે. પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ સંબંધિત ફીટ કરી તો હવે બાહુબલીના મીમ શેર કરી રહ્યાં છે. ભારત માટે રવાના થયાની થોડી પળો પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ એક વીડિયો શેર કર્યો. આ એક મીમ છે જેમાં તેઓ બાહુબલી અવતારમાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સાથે તેમણે લખ્યું કે ભારતમાં મારા સૌથી સારા મિત્રોને મળવા માટે હું ઉત્સુક છું
 

(5:52 pm IST)