Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

૨૮મી સુધી કેવાયસી કરાવી લેવા માટે બેંકો દ્વારા સૂચના

એસબીઆઈએ ગ્રાહકોને સ્પષ્ટ આદેશ આપી દીધો :કેવાયસી નહીં કરાવવાની સ્થિતિમાં ખાતા બંધ થઇ શકે

નવીદિલ્હી, તા. ૨૩ : એસબીઆઈ અને એચડીએફસીના ગ્રાહકોને કેટલીક બાબતોમાં સાવધાન થઇ જવાની જરૂર છે. એસબીઆઈના ગ્રાહકોને ૨૭મી ફેબ્રુઆરી સુધી કેવાયસી કરાવી લેવાની જરૂર રહેશે. જો આવું કરાવાશે નહીં તો ખાતાને બંધ કરી દેવામાં આવશે. વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને મનરેગા કાર્ડ મારફતે કેવાયસી કરાવી શકાશે. આવી જ રીતે ૨૯મી ફેબ્રુઆરીથી એચડીએફસી બેંકના જુના વર્ઝનવાળા એપ પણ કામ લાગશે નહીં. પ્લે સ્ટોર પર જઇને નવા એચડીએફસી એપ ડાઉનલોડ કરી લેવાની જરૂર રહેશે જેથી કોઇ તકલીફ થશે નહીં. એચડીએફસી અને એસબીઆઈના ગ્રાહકોને ૨૮ અને ૨૯મી ફેબ્રુઆરીના દિવસે મહત્વપૂર્ણ તારીખોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. કારણ કે, જો આ બંને બેંકોના ખાતાઓને યોગ્યરીતે ઉપયોગ કરવામાં આવે છે તો છેલ્લી તારીખથી પહેલા જ કેવાયસી કરાવી લેવાની જરૂર રહેશે.

           એસબીઆઈએ પોતાના ગ્રાહકોને અપીલ કરતા કહ્યું છે કે, ૨૮મી ફેબ્રુઆરી સુધી પોતાના ખાતાના કેવાયસી નહીં કરાવનાર સામે તકલીફ આવશે. તેમના ખાતામાંથી કોઇપણ પ્રકારની લેવડદેવડ થઇ શકશે નહીં. એસબીઆઈ ખાતાની કેવાયસી માટે આપને નવા ઓળખપત્ર આપવાના રહેશે. ઓળખપત્રમાં વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, પોસ્ટ ઓફિસ આઈડી કાર્ડ, ટેલિફોન બિલ, વિજળીના બિલ, બેંક ખાતાની ડિટેઇલ, રેશનિંગ કાર્ડ, ક્રેડિટ કાર્ડ માન્ય રહેશે. બ્રાંચમાં જવા ઇચ્છુક નહીં રહેલા લોકો ઘરેથી જ કેવાયસી કરાવી શકે છે. આના માટે રિઝર્વ બેંકને વિડિયો આધારિત કેવાયસીને મંજુરી આપેલી છે. ૨૯મી ફેબ્રુઆરીથી એચડીએફસી બેંકના જુના વર્ઝનવાળા એપ કામ કરશે નહીં. નવા એપ ડાઉનલોડ કરવા પડશે. બેંક દ્વારા આના માટે એલર્ટ મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. એસબીઆઈના ગ્રાહકો પહેલાથી જ સાવચેત થયા છે.

(8:07 pm IST)