Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

PM એ 'મન કી બાત'માં કહ્યું હવે શ્રી હરિકોટાથી લોંચ થનારા રોકેટ લોન્ચ બધા જોઈ શકશે

નવી દિલ્‍હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરી રહ્યાં છે. આ તેમનો 62મો રેડિયો કાર્યક્રમ છે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ ગત મન કી બાતમાં રેડિયોના માધ્યમથી દેશને સંબોધિત કરતા દેશની સેવા કરવા કહ્યું હતું. અત્યારે તેમણે સાયન્સ અને મેઘાયલયની નવી માછલીની શોધ વિશે વાત કરી છે. જાણો વધુ શું કહ્યું PMએ...

 PMએ મેઘાલયની નવી પ્રજાતીની માછલીઓની વાત કરી. માછલીની ખાસિયત અંગે વાત કરી છે. તેમજ તેમણે ચંદ્રયાન 2ની વાત કરતા બાળકોના ઉત્સાહની વાતને વાગોળતા કહ્યું કે આ બધા જ લોકો આ રોકેટ લોન્ચિંગ જોઈ શકે તે માટે અમે નવી વ્યવસ્થા કરી છે. તેમજ તેમણે જણાવ્યું હતું શ્રી હરિકોટાથી લોંચ થનારા રોકેટ લોન્ચ બધા જોઈ શકશે. તેવી ગેલેરી તૈયાર કરવામાં આવી છે.

જેનું ઓનલાઈન બુકિંગ કરી શકાશે. કેટલીય સ્કુલ બાળકો રોકેટ લોંચિંગ જોવા લઈ જવા માંગે છે. તે તમામ સ્કુલના પ્રિન્સિપલોને PM મોદીએ કહ્યું કે તમે આ કાર્યક્રમ જોવા બાળકોને ચોક્કસથી લઈ જાવ. તેમને રોકટ લોંચિંગ બતાવો.

(12:05 pm IST)