Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ભાજપના વરિષ્ઠ નેતા -પૂર્વ મંત્રી દોલતભાઈ દેસાઈનું અવસાન : ભાજપને મોભી ગુમાવ્યા : મુખ્યમંત્રી રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

વલસાડની જનતાની વર્ષો સુધી સેવા કરનાર દોલતકાકાના કાર્યોને લોકો હરહંમેશ યાદ રાખશે.

 

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ આગેવાન અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દોલતભાઈ દેસાઈનું દુઃખદ અવસાન થયું છે વલસાડ ભારતીય જનતા પાર્ટીના ભિષ્મ પિતામહ અને પીઢ નેતા દોલતભાઇ નાથુભાઇ દેસાઇએ  વલસાડ જિલ્લા અને રાજ્યની જનતા સેવાકાર્યોથી સદાય યાદ રહેશે

 દોલુકાકાના અવસાન થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું કે દોલતભાઈ દેસાઈના  અવસાનથી ભાજપે એક મોભી ગુમાવ્યા છે. વલસાડની જનતાની વર્ષો સુધી સેવા કરનાર દોલતકાકાના કાર્યોને લોકો હરહંમેશ યાદ રાખશે. પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

(12:12 am IST)