Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

વડાપ્રધાન મોદી દુરદ્રષ્ટા અને બહુમુખી પ્રતિભાવાળા નેતા : સુપ્રિમ કોર્ટનાં ન્યાયાધિશ મિશ્રાએ કરી પીએમની પ્રશંશા

મોદીના વિચાર વૈશ્વિક સ્તરનો છે. જો કે સ્થાનિક હિતોની અનદેખી કરતા નથી.

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટના જજ ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાએ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી અને તેમને આંતરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસનીય દુરદ્રષ્ટા અને બહુમુખી પ્રતિભાવાળા નેતા ગણાવ્યા જેમનો વિચાર વૈશ્વિક સ્તરનો છે. જો કે સ્થાનિક હિતોની અનદેખી કરતા નથી.

અપ્રચલિત થઈ ગયેલા 1500થી વધારે કાનૂનને ખતમ કરવા માટે મોદી અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની પ્રશંસા કરતા ન્યાયમૂર્તિ મિશ્રાએ કહ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયનો જવાબદાર અને સૌથી અનુકુળ સભ્ય છે.

 સુપ્રીમ કોર્ટમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન 2020- 'ન્યાયપાલિકા અને બદલતી દુનિયા'ના ઉદ્ઘાટન સમારોહમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ન્યાયપાલિકા સામે પડકારો સમાન છે અને બદલતી દુનિયામાં ન્યાયપાલિકાની ભૂમિકા મહત્વપૂર્ણ છે

 ઉચ્ચતમ ન્યાયલયમાં વરિષ્ઠતામાં ત્રીજા સ્થાને આવનાર ન્યાયમૂર્તિ મિશ્રાએ સંમેલનના શુભારંભ માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.

 જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે ગરિમાપૂર્ણ માનવ અસ્તિત્વ અમારી મુખ્ય ચિંતા છે. આપણે વૈશ્વિક સ્તરનો વિચાર રાખીને અહીં કામ કરનાર બહુમુખી પ્રતિભાના ધની મોદીનું તેમના પ્રેરક ભાષણ માટે આભાર માનીએ છીએ.

 તેમના સંબોધન સંમેલનમાં વિચાર-વિમર્શની શરુઆત સાથે અને સંમેલનના એજન્ડા નક્કી કરવામાં ઉત્પ્રેરક ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું હતું કે ભારત દુનિયામાં સૌથી મોટુ લોકતંત્ર છે અને લોકોને આશ્ચર્ય થાય છે કે આ લોકતંત્ર કેવી રીતે આટલી સફળતાથી કામ કરે છે.

(12:00 am IST)