Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

કાયદાની જીણવટભરી સમજણ લેવા બાંગ્લાદેશના 40 સિનિયર જજ ભારત પહોંચ્યા : જબલપુરની જ્યૂશિયલ એકેડમીમાં તાલિમ લેશે.

સાત દિવસ સુધી અહીં પ્રશિક્ષણ લેશે અને કાયદાકીય વ્યવસ્થા અને તેના સિદ્ધાંતોને શિખશે.

મધ્ય પ્રદેશના જબલપુર સ્થિત સ્ટેટ જ્યૂડિશિયલ એકેડમીમાં આમ તો દેશભરના જજોની ટ્રેનિંગ થાય છે, પણ આ વખતે પહેલી વાર એવું બનશે કે, આ જ્યૂડિશિયલ એકેડમીમાં વિદેશી જજોની પણ ટ્રેનિંગ થશે. હકીકતમાં જોઈએ તો, ભારતમાં હાલ બાંગ્લાદેશના 40 જજ પહોંચ્યા છે. આ 40 જજ જબલપુરની જ્યૂશિયલ એકેડમીમાં તાલિમ લેશે. આ ગ્રુપ સાત દિવસ સુધી અહીં પ્રશિક્ષણ લેશે અને કાયદાકીય વ્યવસ્થા અને તેના સિદ્ધાંતોને શિખશે.

7 દિવસ સુધી ચાલતી આ ટ્રેનિંગમાં વિદેશી જજોના કાયદાકીય જ્ઞાનની સાથે સાથે ભારતીય સંવિધાનના મૂલ્યો વિશે પણ જણાવવામાં આવશે. ભારતના વિદેશ મંત્રાલયે ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક્સ કો-ઓપરેશન પ્રોગ્રામ અંતર્ગત આ તાલિમનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ ટ્રેનિંગમાં જબલપુર હાઈકોર્ટના વરિષ્ઠ વકીલો બાંગ્લાદેશના જજોને કાયદાકીય દાવપેચ અને ઝીણવટભરી સમજ આપશે. બાંગ્લાદેશથી આવેલા આ 40 જજ સિનિયર જજ છે

(12:00 am IST)