Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

‘૧પ કરોડ સૌ પર ભારી'' નિવેદન પર વારિસ પઠાણએ માફી માંગીઃ હુ મારા શબ્‍દો પરત લઉં છું હું બધા ધર્મોનો આદર કરૂ છુઃ હુ દેશ વિરોધી નથી

            ગુરુવારના બેંગ્‍લુરૂમાં સીએએ વિરોધી રેલી દરમ્‍યાન આપેલ વિવાદીત નિવેદન પર એઆઇએમઆઇએમના નેતા  વારિસ પઠાણએ માફી માંગી છે. મામલાને જોર પકડતા જોઇ પઠાણએ કહ્યું કે મારા કહેવામાં આવેલ શબ્‍દોને રાજનીતિક રીતે જોવામાં આવે છે આ મને અને મારી પાર્ટીને બદનામ કરવાની પ્રવૃતિરૂપે  કરવામાં આવે છે જો કોઇને મારા શબ્‍દોથી કોઇપણ પ્રકારની ઠેસ પહોંચી છે તો હુ મારા શબ્‍દો પાછા લઉ છુ, અને માફી માંગુ છુ.

            વારિસ પઠાણએ શનિવારના બાંદ્રામાં આવેલ પોતાના આવાસ પર પત્રકાર પરિષદ કરી હતી. આ દરમ્‍યાન એમણે પોતાના નિવેદન પર સ્‍પષ્‍ટતા કરી એમણે કહ્યું કે મારા વિરૂદ્ધ ભ્રમ પેદા  કરવાની કોશિષ થઇ રહી છે. પઠાણએ કહ્યું કે મારો મતલબ ૧ર કરોડ નારાજ મુસલમાનોથી હતો મે ૧૦૦ કરોડ હિંદુઓન નહી પણ ૧૦૦ નેતાઓ પર ટિપ્‍પણી કરી હતી. હું આરએસએસ અને ભાજપાના ૧૦૦ નેતાઓ વિરૂદ્ધ બોલ્‍યો હતો. હું બધા ધર્મોનો આદર કરૂ છુ  અને હું દેશ વિરોધી નથી.

(12:00 am IST)