Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

યુ.એસ.માં કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નતાશા ગુપ્તાનો પ્રચાર પુરજોશમાં : મીલ્પીટાસમાં આયોજિત ચૂંટણી કમપેનને ભારે પ્રતિસાદ

કેલિફોર્નિયા : યુ.એસ.માં  કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં 25 માં ડિસ્ટ્રીક્ટમાંથી પ્રતિનિધિત્વ કરવા માટે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નતાશા ગુપ્તાએ ઉમેદવારી નોંધાવી છે.જે અંતર્ગત મીલ્પીટાસમાં તેમણે ચૂંટણી કમપેનનું આયોજન કર્યું હતું . જેમાં તેમની સાથે સન્નીવલેના પૂર્વ મેયર પણ સમર્થન આપવા જોડાયા હતાં કે જેઓ સાન્ટા ક્લારા કાઉન્ટી સુપરવાઈઝર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
બાદમાં તેમણે અગ્રણી વ્યવસાયી મહિલા અને રોટેરીઅન સુશ્રી પ્રીતિ સુરીની મુલાકાત લીધી હતી તથા તેઓને કોમ્યુનિટીના પ્રશ્નોને વાચા આપવા માટે સીનીઅર સેન્ટર્સ ,હોમલેસ સેન્ટર ,ફાર્મિંગ સેન્ટર, ગન વાયોલન્સ ,હેલ્થકેર ,સહિતના પ્રશ્ને પોતે આગળ વધવા માંગતા હોવાનું જણાવ્યું હતું.પ્રાઈમરી ચૂંટણી 3 માર્ચના રોજ છે.

(1:38 pm IST)