Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

UAE સ્થિત ભારતીય મૂળના દંપતીએ પોતાની મૃતક 6 વર્ષીય પુત્રીની કિડની દાન કરી : છેલ્લા 5 વર્ષથી કિડની બદલવાની રાહ જોતા ભારતીય મૂળના 7 વર્ષીય બાળકને નવું જીવન મળ્યું

દુબઇ : દુબઇ સ્થિત ભારતીય મૂળના દંપતી સુશ્રી કીર્તિ તથા શ્રી અરુણએ પોતાની 6 વર્ષીય પુત્રી દેવીશ્રીનું હૃદયની બીમારીથી અવસાન થતા તેની કિડની ભારતીય મૂળના 7 વર્ષીય બાળક આદમને દાન આપી તેને નવું જીવન અપાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ આ બાળક છેલ્લા 5 વર્ષથી કિડનીની બીમારીથી પીડાતો હતો જેથી તેની કિડની બદલવાની રાહ જોવાઈ રહી હતી જે માટે તેનું નામ છેલ્લા 4 વર્ષથી પ્રથમ ક્રમે હતું તેને મૃતક બાલિકા દેવીશ્રીની કિડની મળતા ઓપરેશન સફળ થયું છે.જે બદલ આદમના માતા પિતાએ સુશ્રી કીર્તિ તથા શ્રી અરુણનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે મૃતક બાલિકાના માતા પિતાએ પુત્રીના 3 અંગોનું દાન કર્યું છે.

(12:42 pm IST)