Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

યુમાના એક્સપ્રેસ વે ઔદ્યોગિક વિકાસ સત્તામાં જમીન ખરીદીમાં થયેલા ૧૨૬.૪૨ કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં આરોપીને પકડી પાડવા ગયેલી સીબીઆઈ ટીમ ઉપર હુમલો થયો

નવી દિલ્હી,તા.૨૩: યુમાના એક્સપ્રેસ વે ઔદ્યોગિક વિકાસ સત્તામાં જમીન ખરીદીમાં થયેલા ૧૨૬.૪૨ કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં સીબીઆઈ તપાસ કરી રહી છે. કૌભાંડ દરમિયાન આરોપીઓને બચાવવાના બદલે ૨૨ લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ફરાર થયેલા સીબીઆઈના અધિકારી સુનિલ દત્તની ધરપકડ માટે ટીમ પહોંચી ત્યારે તેમને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સીબીઆઈની પાંચ સભ્યોની ટીમ ગ્રેટર નોઈડા સ્થિત તેમના વતન ગામ સુનપુરા પહોંચી હતી. સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા ત્યારે ગ્રામીણ લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. સરકારી કામગીરી રોકવામાં આવી હતી. ૧૨ લોકો સામે કેસ દાખલ કરાયો છે.

(9:28 pm IST)