Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ઇન્‍ડિયન અમેરિકન મહિલા અગ્રણી સુશ્રી નિક્કી હેલી સમાજ સેવા ક્ષેત્રે સક્રિય બન્‍યાઃ સાઉથ કેરોલિનામાં તેમણે સ્‍થાયેલા ૬ ફાઉન્‍ડેશનના બોર્ડ ચેર તરીકે ફરીથી ચાર્જ સંભાળી લીધો

કેરોલિનાઃ યુ.એસ.ના સાઉથ કેરોલિના ખાતેના પૂર્વ ગવર્નર, તથા યુ.એન. ખાતેના અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલીએ અગાઉ સ્‍થાયેલા ૬ ફાઉન્‍ડેશનના ચેર તરીકે ફરીથી ચાર્જ સંભાળી લીધો છે.

આ ૬ ફાઉન્‍ડેશન સાઉથ કેરોલિના બાળકોને શ્રેષ્‍ઠ શિક્ષણ મળી રહે તે માટે તથા શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતા પ્રજાજનોની સેવાઓ માટે કાર્યરત છે. જેના બોર્ડમાં ચેર તરીકે તેમણે હવે ફરીથી પૂર્વવત ચાર્જ સંભાળી લીધો છે.

 

(8:48 pm IST)