Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

USAના અબુધાબીમાં ૧ તથા ર માર્ચ ૨૦૧૯ દરમિયાન ‘‘ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્‍લામિક કો-ઓપરેશન''નું અધિવેશનઃ ભારતના વિદેશમંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજને ‘‘ગેસ્‍ટ ઓફ ઓનર'' તરીકે પધારવા આમંત્રણ પાઠવાયુ

ન્‍યુ દિલ્‍હીઃ UAEના અબુધાબીમાં ૧ તથા ૨ માર્ચના રોજ યોજાનારા ‘‘ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્‍લામિક કો-ઓપરેશન (OIC)''ના ૪૬મા અધિવેશનના ગેસ્‍ટ ઓફ ઓનર' તરીકે ભારતના વિદેશમંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજને આમંત્રિત કરાયા છે.

UAEના ફોરેન મિનિસ્‍ટર શેખ અબ્‍દુલ્લા બિન ઝાયદ અલ નાહયાનએ સુશ્રી સુષ્‍માને ઉપરોક્‍ત અધિવેશનમાં ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે પધારવા આમંત્રણ પાઠવ્‍યું છે જે સૌપ્રથમ બીના છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)