Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મસૂદની આતંકની નર્સરી હાલ ખુલ્લી રીતે ચાલે છે

પાકિસ્તાનમાં ખુલ્લેઆમ જૈશની ગતિવિધિ જારી : પાકિસ્તાને ક્યારેય કાર્યવાહી કરી નથી : બહાવલપુરમાં જૈશના હેડક્વાર્ટરો આ વિસ્તારમાં આતંકવાદીઓ સક્રિય

નવી દિલ્હી,તા. ૨૩ : પુલવામા ત્રાસવાદી હુમલાના જવાબદાર ત્રાસવાદી સંગઠન જૈશે મોહંમદને લઈને પાકિસ્તાને ભલે હાથ ઉંચા કરી દીધા છે પરંતુ આ વાસ્તવિકતા છે કે જૈશે મોહંમદની ગતિવિધિ ખુલ્લી રીતે ચાલી રહી છે. જૈશે મોહંમદે પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં હેડક્વાર્ટર પણ બનાવી લીધું છે. ૨૦૧૬માં પઠાણકોટ એરવેઝ અને ઉરીમાં સેનાના કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ પણ આ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલો કરવામાં આવ્યા બાદ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં જૈશે મોહંમદના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે સેન્ટ્રલ બહાવલપુરમાં જૈશ હેડક્વાર્ટર છે. અહીં એક માળની ઈમારત છે. જેમાં મદરેસા પણ ચાલે છે પરંતુ હકીકતમાં જૈશના હેડક્વાર્ટર તરીકે આ ઓફિસ ચાલી રહી છે. એટલું જ નહીં આ વિસ્તારમાં બહારના વિસ્તારમાં જૈશની એક અન્ય ઈમારત છે. જે ૧૦ એકડ હાઈવે કિનારે બનેલી છે. વોલ સ્ટ્રીટના કહેવા મુજબ અહીંના લોકો અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો પણ કહે છે કે આજ સુધી અહીં કોઈપણ પ્રકારની કાર્યવાહી કે દરોડા પાડવામાં આવ્યા નથી. પઠાણકોટ હુમલા બાદ સંડોવણી ખુલ્યા બાદ પણ ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી નથી. પાકિસ્તાનના જૈશના લોકો ખુલ્લી રીતે આતંકવાદી ગતિવિધિ ચલાવે છે. એક મૌલવી પણ આ બાબતને સ્વીકારે છે. મૌલવીએ પત્રકારને ક્હ્યું હતું અમે કોણ છે તે અંગે પણ માહિતી અપાઈ નથી. જૈશની આ ઈમારત પર લખાયું છે કે આ મસૂદ અઝહરના માર્ગદર્શનમાં ચાલનાર મદરેસા તરીકે છે. ખૂંખાર ત્રાસવાદી મસૂદે જેહાદ પર ચાર ફંડમાં પુસ્તક લખ્યું છે.

(7:51 pm IST)